For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુનું 500 વર્ષ જૂનું મંદિર

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુનું 500 વર્ષ જૂનું મંદિર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓરિસ્સાના નયાગઢમાં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજની પુરાતત્વવિદોની ટીમે પદ્માવતી નદીની અંદર 500 વર્ષ જૂના ભગવાન વિષ્ણુના મંદિરની ખોજ કરી છે. લોકો દંગ રહી ગયા જ્યારે અચાનક નદીની અંદરથી મંદિરનો ઉપરી ભાગ બહાર દેખાવા લાગ્યો. પુરાતત્વ વિભાગની ટીમ મુજબ આ મંદિરનું નિર્માણ 15મી કે 16મી સદીમાં કરાયું હતું. જે સ્થળે આ મંદિર મળી આવ્યું હતું ત્યાં સદીઓ પહેલા કેટલાય ગામ હતાં.

500 વર્ષ જૂનું છે મંદિર

500 વર્ષ જૂનું છે મંદિર

નયાગઢ સ્થિત બૈદ્યેશ્વર પસે મહાનદીની શાખા પદ્માવતી નદીની વચ્ચે મંદિરનું મસ્તક સાફ જોઈ શકાય છે. આ અહેવાલ આસપાસના વિસ્તારોમાં આગની જેમ ફેલા રહી છે અને હવે દૂર દૂરથી લોકો મંદિરને જોવા આવી રહ્યા છે. પુરાતત્વવિદોએ જણાવ્યું કે મંદિરની બનાવટથી અંદાજો લગાવી શકાય છે કે આ મંદિર 500 વર્ષ જૂનું છે, આ મંદિર ગોપીનાથ (ભગવાન વિષ્ણુ)નું હતું પરંતુ કેટલાય વર્ષો પહેલા જ ગામવાળા મંદિરની પ્રતિમા કાઢી પોતાની સાથે લઇ ગયા હતા.

જમીનની 60 ફીટ અંદર દબાયેલું છે

જમીનની 60 ફીટ અંદર દબાયેલું છે

આર્કિયોલોજિસ્ટ દીપક કુમાર નાયક મુજબ તેમની ટીમને આ વાતની જાણકારી મળી હતી કે જ્યાંથી પદ્માવતી નદી છે પહેલા ત્યાં કેટલાય ગામ હતાં અને ઘણાં મંદિર પણ હતાં. જે મંદિરની ખોજ કરવામાં આવી છે તે 60 ફીટ જમીનની અંદર છે, મંદિરની બનાવટને જોતા લાગે છે કે 15મી કે 16મી સદીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે સ્થળે આ મંદિર મળ્યું તેને સતપતાના નામથી ઓળખવામાં આવે છે.

પૂરમા સાત ગામ તબાહ થઇ ગયાં

આ સ્થળે પહેલા એકસાથે સાત ગામ હતાં, જેને કારણે તેનું નામ સતપતાના પડ્યું હતું. સાતેય ગામના લોકો આ મંદિરમાં ભગવાન ગોપીનાથની પૂજા-અર્ચના કરતા હતા. આર્કિયોલોજિસ્ટ મુજબ 150 વર્ષ પહેલા નદીમાં ભયાનક પૂર આવ્યું હોવાને કારણે આખું ગામ પાણીમાં સમાઇ ગયું હતું. દીપક કુમાર જણાવે છે કે 19મી સદીમાં પૂર આવતા પહેલા ગામના લોકોએ મંદિરમાંથી પ્રતિમા કાઢી લીધી અને તેને ઉંચા સ્થળે લઇ ગયા. હવે આ મંદિર અને આખું ગામ પાણીની અંદર છે.

5 કિમીના વિસ્તારમાં ખોજ શરૂ

5 કિમીના વિસ્તારમાં ખોજ શરૂ

સ્થાનિક લોકો મુજબ અહીં પદ્માવતી ગામની આસપાસ 22 મંદિર હતા, નદીના પાણીએ જ્યારથી પોતાનો રૂખ બદલ્યો ત્યારથી આ પાણીમાં જ ડબૂ ગયું છે. 150 વર્ષોમાં પહેલીવાર થયું છે જ્યારે પાણીની અંદરથી મંદિરનું મસ્તક જોવા મળ્યું હય. આ ખોજ બાદ હવે આર્કિયોલોજિસ્ટની ટીમો નદીની આસપાસના પાંચ કિમીના વિસ્તારમાં ઐતિહાસિક ધરોહરોના કાગળો એકઠા કરવાં શરૂ કરી દીધાં છે. INTAChના પ્રજેક્ટ કોર્ડિનેટર અનિલ ધીરે જણાવ્યું કે આગામી સમયમાં કેટલીય વિશાળ ઐતિહાસિક ધરોહર મળવાની સંભાવના છે.

રહસ્યમયી રૂપે લોનાર તળાવનું પાણી લાલ થઇ ગયું, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય ચકિતરહસ્યમયી રૂપે લોનાર તળાવનું પાણી લાલ થઇ ગયું, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય ચકિત

English summary
500 year old lord vishnu's temple came out of river, know in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X