ભારતમાં હાજત બાદ સાબુથી હાથ સાફ કરનારા માત્ર 53 ટકા

યુનિસેફના જણાવ્યા અનુસાર "પાંચ વર્ષ કે તેથી નાની વયના બાળકોમાં ડાયેરિયા એટલે કે ઝાડા અને ન્યુમોનિયા બે પ્રાણઘાતક રોગ છે. ભારતમાં દૈનિક 1000 જેટલા બાળકો ઝાડા થવાને કારણે મૃત્યુ પામે છે. એક સર્વે મુજબ હાજતે ગયા બાદ અને ભોજન લેતા પહેલા સાબુથી હાથ સાફ કરવામાં આવે તો ઝાડા થવાની શક્યતા 40 ટકા અને અન્ય શ્વાસ સંબંધિત રોગ થવાની સંભાવના 30 ટકા ઘટે છે."
યુનિસેફે જણાવ્યું કે ભારતમાં સાબુથી હાથ સાફ કરવાનું ચલણ ઓછું છે. પબ્લિક હેલ્થ એસોસિએશનના આંકડા અનુસાર ભારતમાં કુદરતી હાજતે ગયા બાદ માત્ર 53 ટકા લોકો સાબુથી હાથ સાફ કરે છે. માત્ર 38 ટકા લોકો જમતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે. જ્યારે માત્ર 30 ટકા લોકો બોજન બનાવવાનું શરૂ કરતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે.












Click it and Unblock the Notifications
