કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો, 24 કલાકમાં મળ્યા 56,211 નવા દર્દી

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા અમુક સપ્તાહમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ મંગળવારે તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા અમુક સપ્તાહમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ મંગળવારે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 56,211 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 37,028 લોકો આ દરમિયાન રિકવર થયા. વળી, 271 લોકોના કોરોના વાયરસના કારણે મોત નીપજ્યા છે. નવા કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ 1 કરોડ, 20 લાખ, 95 હજાર, 855 કેસ થઈ ગયા છે. જ્યારે 1 કરોડ, 13 લાખ, 93 હજાર, 21 લોકો આ સંક્રમણથી અત્યાર સુધી મુક્તિ મેળવી ચૂક્યા છે. કોરોના વાયરસથી મરનારની કુલ સંખ્યા વધીને 1 લાખ 62 હજાર 114 થઈ ગઈ છે.

coronavirus

વળી, ભારતમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. અભિયાન હેઠલ અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 11 લાખ 13 હજાર 354 લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. કોરોનાના વધતા કેસોએ કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોની ચિંતાઓ વધારી દીધી છે. આ અંગે કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારોના સંપર્કમાં છે. દેશમાં સતત થઈ રહેલ રસીકરણ છતાં કોરોનાના કેસોમાં વધારો સરકારની ચિંતાનુ કારણ બનેલ છે.

વળી, વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અમુક લોકો કોરોનાને બહુ હળવાશમાં લઈ રહ્યા છે. આના કારણે તેમણે કોરોના માટે દિશા-નિર્દેશનુ પાલન કરવાનુ પણ છોડી દીધુ છે જેના કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર થયુ છે. મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X