દિલ્લી, પંજાબ, જમ્મુ સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના તીવ્ર ઝટકા
દિલ્લી, એનસીઆર, નોઈડા અને ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સામાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે.
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લી, એનસીઆર, નોઈડા અને ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સામાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. શુક્રવારે મોડી રાતે 10 વાગીને 34 મિનિટે ભૂકંપના ઝટકા આવ્યા. દિલ્લી, નોઈડા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને આસપાસના રાજ્યોમાં ભૂકંપના આ ઝટકા આવ્યા. મોડી રાતે ભૂકંપના ઝટકા બાદ લોકોમાં ડર ફેલાઈ ગયો અને લોકો ઘરની બહાર આવી ગયા. ભૂકંપમાં કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ પહેલા 10 વાગીને 31 મિનિટે 6.3ની તીવ્રતાના ઝટકા આવ્યા. ભૂકંપનુ કેન્દ્ર તજાકિસ્તાન હતુ. વળી, પંજાબના અમૃતસરમાં 10 વાગીને 34 મિનિટે આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધવામાં આવી. પંજાબના સીએમ અમરિંદર સિંહે જણાવ્યુ કે ભૂકંપ બાદ પોલિસ અને પ્રશાસન એલર્ટ પર છે. જો કે હજુ સુધી નુકશાનના કોઈ સમાચાર નથી.
બે દિવસ પહેલા બુધવારે રાતે મિઝોરમમાં ભારત મ્યાનમાર સીમા પર સ્થિત ચંફઈ જિલ્લામાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી.












Click it and Unblock the Notifications
