શહીદ રોકી મરતા પહેલા બચાવ્યા 24 જવાનો પ્રાણ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શહીદ રોકી મરતા પહેલા બચાવ્યા 24 જવાનો પ્રાણ

શહીદ રોકી મરતા પહેલા બચાવ્યા 24 જવાનો પ્રાણ

ઉધમપુર આતંકી હુમલામાં માર્યા ગયેલા બીએસએફના જવાન રોકીએ મરતા પહેલા એક આંતકીને નિષપ્રભાવી કર્યો હતો. અને તેને મારવાથી અન્ય 24 બીએસએફ જવાનાની જીંદગીને બચી હતી. આ અંગે બીએસએફના ડીજી ડી કે પાઠકે પ્રેસ કોન્ફર્ન્સ યોજીને શહિદ જવાનની વીરતાથી લોકોને માહિતગાર કર્યા હતા. નોંધનીય છે કે આ હુમલામાં બે બીએસએફના જવાનોએ શહિદ થયા હતા.

ઉધમપુરના આંતકી હુમલાના શહીદોને અપાશે વીરતા પુરસ્કાર- ગૃહપ્રધાન

ઉધમપુરના આંતકી હુમલાના શહીદોને અપાશે વીરતા પુરસ્કાર- ગૃહપ્રધાન

આજે સંસદના બે સદનો સામે ઉધમપુરમાં થયેલા આંતકી હુમલા વિષે જાણકારી આપતા કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહ કહ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા જવાનોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. વધુમાં સંસદમાં રાજનાથે કહ્યું કે આ આતંકી હુમલો કરનાર આતંકી પાકિસ્તનના ફૈસલાબાદના રહેવાસી હતા.

નાગા કરાર મામલે સોનિયાએ કહ્યું ધમંડી છે મોદી સરકાર

નાગા કરાર મામલે સોનિયાએ કહ્યું ધમંડી છે મોદી સરકાર

નાગાલેન્ડના ઐતિહાસિક કરાર મામલે ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ધમંડી કહેતા જણાવ્યું કે આ મામલે ક્રોંગ્રેસ શાસિત રાજ્ય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને અસમના મુખ્યમંત્રીઓની રાય લેવાનું મોદી સરકારે જરૂરી ના સમજ્યું. જો કે આ સમજૂતીથી સીધી રીતે આ ત્રણેય રાજ્યો પ્રભાવિત થાય છે.

શું એક કેન્સર પીડિત મહિલાને મદદ કરવી ભૂલી છે?- સુષ્મા

શું એક કેન્સર પીડિત મહિલાને મદદ કરવી ભૂલી છે?- સુષ્મા

કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે લોકસભામાં લલિતગેટ પર સફાઇ આપતા કહ્યું કે તેમણે કદી પણ લલિત મોદીને વીઝા આપવા માટે બ્રિટિશ સરકાર ભલામણ નથી કરી. જો કે તેમણે કહ્યું કે મેં એક કેન્સર પીડિત મહિલાને મદદ કરવાના માનવીય અભિગમ સાથે એક સંદેશો મોકલ્યો હતો. મારી જગ્યાએ સોનિયા હોત તો શું કરતી? જો એક કેન્સર પીડિત મહિલાને મદદ કરવી ભૂલ છે તો હું આ ભૂલનો સ્વીકાર છું અને ભારતની જનતા આ માટે મને જે સજા આપશે તે સ્વીકારવા પણ હું તૈયાર છું.

હું અહીં હિંદુઓને મારવા આવ્યું, અને મને આમ કરવામાં મઝા આવે છે.

હું અહીં હિંદુઓને મારવા આવ્યું, અને મને આમ કરવામાં મઝા આવે છે.

ઉધમપુરના આતંકી હુમલામાં જીવતો પકડાયેલો પાકિસ્તાની આતંકી મુહમ્મદ નાવેદે કહ્યું કે તે અહીં હિંદુઓને મારવા આવ્યો છે અને તેમ કરવામાં તેને મઝા આવે છે. નોંધનીય છે કે આ આંતકીએ કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા પણ ગ્રામજનોએ પોતાની સમજદારીથી આ આતંકીને પકડી પાડ્યો.વિક્રમજીત અને રાકેશ શર્મા નામના ગ્રામજનોએ હિંમત બતાવી આતંકી નાવેદની રાઇફલ છીણવી તેને ગળને દબોચી પકડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X