મોદી સમજી લે, હું રાહુલ ગાંધી નથી: કેજરીવાલ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી સમજી લે, હું રાહુલ ગાંધી નથી: કેજરીવાલ

મોદી સમજી લે, હું રાહુલ ગાંધી નથી: કેજરીવાલ

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાલે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાં તેમણે નરેન્દ્ર મોદી અને ઉપરાજ્યપાલ સંકજામાં લેતા કહ્યું કે મોદી સમજી લે હું કંઇ રાહુલ ગાંધી નથી. વધુમાં ઉપરાજ્યપાલને મોદીની કઠપૂતળી કહેતા તેમણે કહ્યું કે અમારો ફોન ઊંચકવાનો ટાઇમ ઉપરાજ્યપાલ પાસે નથી. પણ અમિત શાહના ચોકીદારનો પણ ફોન આવે તો તે ભાગતા આવે છે.

જ્યાં તમને નબળો લોકો હશે ત્યાં રાહુલ ગાંધી હશે

જ્યાં તમને નબળો લોકો હશે ત્યાં રાહુલ ગાંધી હશે

આજે કોલકત્તાના હુબલી પહોંચેલા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી મીલ મજૂરો સાથે મુલાકાત કરી રાહુલે અહીં કહ્યું કે જ્યાં પણ નબળા, અસહાય લોકો હશે ત્યાં તમને સપોર્ટ કરવા હું પહોંચીશ. વધુમાં તેમણે કહ્યું કે ડાબેરી અને તૃણમૂલે પશ્ચિમ બંગાળનું સત્યાનાશ કર્યું છે. હવે ખાલી ક્રોંગ્રેસ બાંગ્લાદેશનો વિકાસ ફૂલ સ્પીડે પાછો લાવી શકે છે.

બીજેપી કહ્યું કેજરીવાલ બાળકો જેવું વર્તન કરે છે

બીજેપી કહ્યું કેજરીવાલ બાળકો જેવું વર્તન કરે છે

બીજેપીના પ્રવક્તા સામ પાત્રાએ કેજરીવાલના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેજરીવાલે જે પણ ઉપરાજ્યપાલ વિષે કહ્યું તે સંવિધાનના વિરુદ્ધ છે. વધુમાં તેમણે કહ્યું કે કેજરીવાલ બાળકો જેવું વર્તન કરી રહ્યા છે.

ગિલાની ફોર્મમાં લખ્યું કે તે ભારતીય છે

ગિલાની ફોર્મમાં લખ્યું કે તે ભારતીય છે

શુક્રવારે, જમ્મુ કાશ્મીર પાસપોર્ટ ઓફિસમાં ફોર્મ ભરવા પહોંચેલા સૈયદ અલી શાહ ગિલાની ફોર્મ ભરતા પહેલા જ્યાં એક બાજુ પત્રકારોને કહ્યું કે તે જન્મથી ભારતીય નથી ત્યાં જ અંદર જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમણે પોતાને ભારતીય ગણાવ્યા. જો કે તેમણે કહ્યું કે ભારતીય લખવું તે તેમની એક કાશ્મીરી તરીકેને મજબૂરી છે. પણ અમે અમારી ઓળખ માટે લડતા રહીશું.

બારામુલ્લામાં સેનાએ 3 આતંકીઓને ઢેર

બારામુલ્લામાં સેનાએ 3 આતંકીઓને ઢેર

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા બળએ એક આંતકી ઘુસણખોરીને નાકામ કરી દીધી છે. ટીએમજી સેક્ટરમાં આંતકી અને જવાનો વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ 3 આંતકીઓને મારી નાંખ્યા છે.

મેગી પર દેશભરમાં પ્રતિબંધ

મેગી પર દેશભરમાં પ્રતિબંધ

શુક્રવારે, કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી જેપી નડ્ડાએ દેશભરમાં મેગી બનાવા કે વેચવા પ્રતિબંધ લગાવ્યો છે. વધુમાં તેના આયત અને નિર્યાત પર પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રધિકરણના રિપોર્ટ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

વડાપ્રધાનનું આમંત્રણ પણ ક્રોંગ્રેસની ના

વડાપ્રધાનનું આમંત્રણ પણ ક્રોંગ્રેસની ના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂને આંતરાષ્ટ્રિય યોગ દિવસે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે તેમણે ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રિત કર્યા છે. પણ પ્રાપ્ત માહિતી મુજબ ક્રોંગ્રેસ આ સમારંભમાં ભાગ નહીં લે.

દિલ્હીમાં શીખોનો વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં શીખોનો વિરોધ પ્રદર્શન

શુક્રવારે, દિલ્હીમાં શીખ સમુદાયનો લોકોએ જમ્મુ કાશ્મીર હાઉસ સામે વિરોધ પ્રદર્શન કર્યું. જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન બ્લુ સ્ટારનું પોસ્ટર હટાવા મામલે પોલિસ અને શીખો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં એક શીખ યુવકની મોત ના પગલે તેમણે અહીં વિરોધ કર્યો હતો.

શીખ સમુદાયે જમ્મુ-પઠાણકોટ હાઇવે રોક્યો

શીખ સમુદાયે જમ્મુ-પઠાણકોટ હાઇવે રોક્યો

શુક્રવારે, શીખ સમુદાયના લોકોએ જમ્મુ પઠાણકોટ હાઇવેને રોકીને પોતાનો વિરોધ દર્શાવ્યો. નોંધનીય છે કે અહીં પોસ્ટર બાબતે શીખ સમુદાય અને પોલિસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેના પગલે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું. નોંધનીય છે કે આ મામલા બાદ જમ્મુ પોલિસે એસએસપી ઉત્તમ ચંદની બદલી કરી છે.

અમૃતસરમાં પંજાબ પોલિસનું ફ્લેગ માર્ચ

અમૃતસરમાં પંજાબ પોલિસનું ફ્લેગ માર્ચ

શુક્રવારે, અમૃતસરમાં પંજાબ પોલિસે ઓપરેશન બ્લુ સ્ટારની 6ઠ્ઠી તિથી પર ફ્લેગ માર્ચ કરી આ પ્રસંગને યાદ કર્યો.

નવીન જિંદાલને વિદેશ જવાની અનુમતિ

નવીન જિંદાલને વિદેશ જવાની અનુમતિ

કોલસા કૌભાંડના આરોપી અને પૂર્વ ક્રોંગ્રેસ સાંસદ તથા ઉદ્યોગપતિ તેવા નવીન જિંદાલને પટિયાલા હાઉસ કોર્ટે વિદેશ પ્રવાસ કરવાની અનુમતિ આપી.

ભારતની દૃષ્ટિહીન ક્રિકેટ ટીમને વિદેશમાં મળી જીત

ભારતની દૃષ્ટિહીન ક્રિકેટ ટીમને વિદેશમાં મળી જીત

શુક્રવારે, મુંબઇના આંતરાષ્ટ્રિય એરપોર્ટ ભારતીય દૃષ્ટિહીન ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ઇંગ્લેન્ડ અને બેહરીનમાં સફળતા પૂર્વક જીત મેળવી ભારતનું ગૌરવ વધાર્યું હતું. જે બાદ તે ભારત પરત ફરી હતી.

SFI કાર્યકરોએ કર્યું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

SFI કાર્યકરોએ કર્યું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

શુક્રવારે, દિલ્હીમાં આઇઆઇટી મદ્રાસ દ્વારા એક વિદ્યાર્થી સંગઠન પર પ્રતિબંધ લગાવા મામલે SFIના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. જે દરમિયાન પોલિસ તેમને બળપૂર્વક ખદેડી રહી છે.

સુભાષ ચંદ્ર બોઝની ફાઇલ કેટલે પહોંચી

સુભાષ ચંદ્ર બોઝની ફાઇલ કેટલે પહોંચી

શુક્રવારે, મુંબઇમાં નેતાજી સુભાષ ચંદ્ર મંચ દ્વારા આઝાદ મેદાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નેતાજીની ફાઇલને જાહેર કરવાની માંગ કરવામાં આવી.

મેગીથી તોબા તોબા

મેગીથી તોબા તોબા

શુક્રવારે, ભોપાલમાં બાળકોએ કર્યો મેગીનો વિરોધ. બાળકો જાહેરમાં લોકોને મેગી ના ખાવાની સલાહ આપી.

હવે આમની પડખે કોણ ઊભું રહેશે?

હવે આમની પડખે કોણ ઊભું રહેશે?

મણિપુરમાં સેના પર થયેલ આતંકી હુમલામાં પોતાના પ્રાણ ગુમાવનાર શહિદ હવલદાર પ્રકાશ ચંદનો પરિવાર તેમની મોતનો માતમ મનાવી રહ્યો છે. સરહદ પર આપણી માટે લડનારા સેનાના પરિવારજનોને હવે તે નથી સમજાતું કે તેમની પડખે કોણ ઊભું રહેશે?

મુંબઇ બન્યું પીંકી પીંકી

મુંબઇ બન્યું પીંકી પીંકી

શુક્રવારે મુંબઇના અરોલી ક્રીક ખાતે ફ્લેમિંગોનું સમૂહ આવી પહોંચતા આરપાસના લોકો માટે આ સુંદર પક્ષીઓને નજરે નિહાળવા એક નયનરમ્ય દ્રશ્ય સમાન હતું.

નેધરલેન્ડના વડાપ્રધાનનો અનેરો પ્રયાસ

નેધરલેન્ડના વડાપ્રધાનનો અનેરો પ્રયાસ

શુક્રવારે, ભારતની મુલાકાતે આવેલ નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ્ટે દિલ્હીમાં માત્ર મહિલાઓ દ્વારા ચલાવામાં આવતી ટેક્સી રાઇડની સવારી માણી.

નાનકડી બાળકીએ કર્યું વૃક્ષારોપણ

નાનકડી બાળકીએ કર્યું વૃક્ષારોપણ

કહેવાય છે કે બાળક નાના છોડ સમાન છે ત્યારે કોલકત્તામાં શુક્રવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક નાની બાળકી શાળાના બાળકો સાથે એક વૃક્ષને પાણી સીંચી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X