રાજસ્થાનમાં કોરોનાના વધુ 6 પૉઝિટીવ કેસ, દેશમાં કુલ સંખ્યા 258
રાજસ્થાનમાં શનિવારે કોરોનાના નવા 6 કેસ પૉઝિટીવ કેસ સામે આવ્યા છે જેમાંથી 5 કેસ ભીલવાડા અને એક જયપુરમાં સામે આવ્યો છે.
કોરોના વાયરસનો કહેર આખા વિશ્વ સહન કરી રહ્યુ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રાજસ્થાનમાં શનિવારે કોરોનાના નવા 6 કેસ પૉઝિટીવ કેસ સામે આવ્યા છે જેમાંથી 5 કેસ ભીલવાડા અને એક જયપુરમાં સામે આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 258 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

ભારતમાં સામે આવેલા કુલ સંક્રમિત દર્દીઓમાં 23 સાજા થઈ ચૂક્યા છે. દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના 25 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જ્યાં કોરોના વાયસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 થઈ ગઈ છે. જ્યારે યુપીમાં પણ કોરોના વાયરસ સંક્રમણના 23 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે યુપીના સીએમ આદિત્યનાથે ઘોષણા કરી છે કે 35 લાખ મજૂરોને 1-1 હજાર રૂપિયાનુ ભથ્થુ આપવામાં આવશે.
તેમણે કહ્યુ કે લોકોને ગભરાવાની જરૂર નથી. સરકાર પાસે ખાવાપીવાની અને જરૂરી વસ્તુઓનો પૂરતો સ્ટૉક છે. કોરોના વાયસના કારણે પીએમ નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યુનુ આહવાન કર્યુ છે. વળી, ભારતીય રેલવેએ 21 માર્ચ રાતે 12 વાગ્યાથી 22 માર્ચ રાતે 10 વાગ્યા વચ્ચે બધી ટ્રેનોના સંચાલનને રોકી દેવામાં આવી છે. જે ટ્રેનોનુ સંચાલન 21 માર્ચે રાતે 12 વાગ્યાથી 22 માર્ચ રાતે 10 વાગ્ય વચ્ચે થવાનુ છે જેને રોકી દેવામાં આવ્યુ છે.
જો કે રેલવે તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જે ટ્રેનો પહેલેથી રસ્તામાં છે તેનુ સંચાલન ચાલુ રહેશે. કોરોના વાયરસના વધતા પ્રભાવ વચ્ચે દેશમાં માસ્ક અને હેંડ સેનિટાઈઝરની ડિમાન્ડ પણ ઘણી વધી ગઈ છે જે બાદ કાળા બજાર પણ શરુ થઈ ગયુ છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર અનેક ગણી વધુ કિંમતે મળી રહ્યા છે જેને જોઈને કેન્દ્ર સરકારે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની કિંમત નક્કી કરી દીધી છે.












Click it and Unblock the Notifications
