For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં કોરના સંક્રમિત 6 લોકોના મોત, નિજામુદ્દીનની જમાતમાં સામેલ થયા હતા

તેલંગાણામાં કોરના સંક્રમિત 6 લોકોના મોત, નિજામુદ્દીનની જમાતમાં સામેલ થયા હતા

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ દિલ્હીના નિજામુદ્દીનના તબલીગી જમાતથી કટેલાય લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ સોમવારે સાંજ સુધી 200 લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે ચોંકાવનારી વાત સામે આવી રહી છે. દિલ્હીના નિજામુદ્દીનમાં 13-15 માર્ચ સુધી આયોજિત થયેલ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર 6 લોકોના મોત થઈ ગયાં. તેલંગાણા સરકારે આની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી કાર્યલયે આવા લોકોની તરત જાણકારી માંગી છે.

કોરોના સંક્રમિત 6ના મોત

કોરોના સંક્રમિત 6ના મોત

તેલંગાણાના સીએમ કાર્યાલયે જાણકારી આપતા જણાવ્યું કે આ લોકોએ દિ્હીના નિજામુદ્દીમાં 13-15 માર્ચે ધાર્મિક સંમેલનમાં ભાગ લીધો હતો. જેમાંથી 2 લોકોના ગાંધી હોસ્પિટલમાં મોત થયાં, જ્યારે અપોલો હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, નિજામાબાદ અને ગડવાલમાં એક-એક વ્યક્તિના મોત થયાં છે. રાજ્ય સરકારે કહ્યું છે કે ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ ઈચ્છે છે કે આ ધાર્મિક પ્રાર્થનામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ ખુદની જાણકારી અધિકારીઓને આપી દે.

દિલ્હીથી આવ્યા હતા

દિલ્હીથી આવ્યા હતા

નિજામુદ્દીનમાં મોટી સંખ્યામાં કોરોનાના સંદિગ્ધ મળ્યા બાદ સોમવારે બપોરથી જ રાજધાની દિલ્હી સહિત દેશભરમાં હડકંપ મચી ગયો છે. નિજામુદ્દીન વિસ્તારમાં 200 લોકોમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. આ લોકોની તપાસ કરવામાં આવી રહી ચે અને 2000 લોકોને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. તેલંગાણા સરકારે હવે સંબંધિત જિલ્લાના કલેક્ટરોના નેતૃત્વમાં વિશેષ ટીમોએ આવા સંદિગ્ધોની ઓળખ કરવાના આદેશ આપ્યા છે.

ટેસ્ટ કરાયા

ટેસ્ટ કરાયા

જે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની સંભાવના છે તેમને હોસ્પિટલે લાવવામાં આવી રહ્યા છે. સાથે જ હોસ્પિટલમાં તેમનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. નિજામુદ્દીન સ્થિત તબ્લીગી જમાતના મરકજમાં દસથી વધુ દેશના નાગરિકો સહિત 2000 લોકોને અહીં વિવિધ હોસ્પિટલોમાં તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જે લોકોને તપાસ માટે લાવવામાં આવ્યા છે, તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મલેશિયા, સાઉદી અરબ, ઈંગ્લેન્ડ અને ચીનના 100 વિદેશી નાગરિક સામેલ છે.

અમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પારઅમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પાર

English summary
6 people who attended Nizamuddin congregation in Delhi die of covid 19 in Telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X