For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડ

દેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલામાં પાછલા બે દિવસમાં તેજી આવી છે. દિલ્હીના નિજામુદ્દીનમાં થયેલ જમાત બાદથી ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા તેજીથી વધી છે. તબલીગી જમાતના કાર્યક્રમને કારણે દેશભરના વિવિધ શહેરોમાં કોરોનાના દર્દીની સંખ્યા તેજીથી ત્રીજા દિવસે પણ સતત વધી રહી છે. તબલીગી જમાતમાં સામેલ લોકો દેશભરમાં ફેલાઈ ગયા, જે બાદથી ભારતમાં કોરોના સંક્રમણના મામલા વધી ગયા છે. ગુરુવાર સુધી દેશમાં કોરોનાના 485 વા મામલા સામે આવ્યા, જેમાંથી 60 ટકાથી વધુ મામલાનું કનેક્શન તબલીગી જમાત સાથે છે. જે લોકોને કોરોના વાયરસે પોતાના લપેટામાં લઈ લીધા છે તેમનું ક્યાંકને ક્યાંક તબલીગી જમાત સાથે કનેક્શન જોવા મળી રહ્યું છે.

tablighi jamaat

ભારતમાં કોરોના દર્દીની સંખ્યા 2000ને પાર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં એખ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે. જો આંકડા પર નજર નાખીએ તો દિલ્હીમાં 141 નવા મામલા સામે આવ્યા, જેમાંથી 129નું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલ છે. જ્યારે તમિલનાડુમાં સામે આેલ 75 નવા મામલામાંથી 74નું કનેક્શન તબલગી જમાત સાથે છે. તેલંગાણામાં 26 એવા મામલા સામે આવ્યા છે, જેના તાર તબલીગી જમાત સાથે જોડાયેલા હતા. જ્યારે કર્ણાટકમાં 11, આંધ્ર પ્રદેશમાં 32 મામલા તબલીગી જમાતથી ક્યાંકને ક્યાંક જોડાયેલા હતા. આવા જ હાલ મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, કેરળ વગેરેના પણ છે.

6 સામે એફઆઈઆર

જ્યારે ગાજિયાબાદના એમએમજી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ જમાતી દર્દીઓનો ઉત્પાત ચાલુ જ છે. આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ જમાતી દર્દી હોસ્પિટલના સ્ટાફ, નર્સોને જોઈ અશ્લીલ હરકતો કરી રહ્યા છે. જે બાદ આવા 6 જમાતી દર્દીઓ સાથે કેસ નોંધવામાં આવ્યો છે. કોતવાલી ગાજિયાબાદમાં અપરાધ સંખ્યા 288/20 આઈપીસીની કલમ 354, 294, 509, 269, 270 અને 271 અંતર્ગત તેમની વિરુદ્ધ મામલા નોંધવામાં આવ્યા છે. હોસ્પિટલની નર્સોએ જિલ્લા હોસ્પિટલના સીએમએસને આ દર્દીઓની ફરિયાદ કરી, જે બાદ આ એક્શન લેવામા આવી. ઉપરાંત એ તબલીગી જમાત સાથે સંબંધ રાખનાર એવા દર્દીઓને બીજી હોસ્પિટલે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

ચીન કોરોના વાયરસનો ડેટા છુપાવી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રંપે જતાવી શંકાચીન કોરોના વાયરસનો ડેટા છુપાવી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રંપે જતાવી શંકા

English summary
60 Percent of New Corona Positive Case in India Linked with Tablighi Jamaat, 485 New case recorded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X