For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

67 ટકા પેટ્રોલ ટુવ્હીલર અને 27 ટકા કાર યુઝ કરે છે : સર્વે

|
Google Oneindia Gujarati News

petrol
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે 62 ટકા પેટ્રોલનો ઉપયોગ ટુ વ્‍હીલર્સ દ્વારા કરવામાં આવે છે જ્‍યારે 27 ટકા પેટ્રોલનો ઉપયોગ કારમાં કરવામાં આવે છે.

સરકાર એકબાજુ સબસીડીને રોકવા અમીર માણસોના ફ્‌યુઅલ તરીકે પેટ્રોલને ગણે છે પરંતુ નવેસરના સર્વેમાં જાણવા મળ્‍યું છે કે માર્કેટમાં ફ્‌યુઅલ પ્રવાહ પૈકી 62 ટકાનો ઉપયોગ આમ આદમી દ્વારા કરવામાં આવે છે. એટલે કે ટુ વ્‍હીલર્સ દ્વારા પેટ્રોલનો ઉપયોગ થાય છે. આશરે બે ટકા લોકો ગ્રામીણ વિસ્‍તારો અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં તેમની આજીવિકા મેળવવા પણ છૂટકમાં વેચાણ કરે છે. ઓઈલ મંત્રાલયના થીંક ટેન્‍ક પેટ્રોલિયમ પ્‍લાનીંગ એન્‍ડ એનાલીસીસ સેલ માટે નેલ્‍સન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્‍યું છે કે કારમાં પેટ્રોલનો વપરાશ 27 ટકાની આસપાસ છે.

થ્રી વ્‍હીલર્સમાં વપરાશ બે ટકા અને અન્‍ય હેતુથી વપરાથ બે ટકાથી આસપાસ છે. જનરેટર ચલાવવા અથવા તો અન્‍ય ઉપયોગમાં માત્ર બે ટકા પેટ્રોલનો ઉપયોગ થાય છે. સ્‍થાનિક માર્કેટ ઉપર નજર રાખવાના હેતુસર રૂપરેખા તૈયાર કરવાના પ્રયાસોના ભાગરૂપે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેલ આયાત બિલ 9.5 ટકા વધીને એપ્રિલ-ઓગસ્‍ટના ગાળા દરમિયાન 3,47,432 કરોડ સુધી પહોંચી ગયો હતો. જ્‍યારે સબસીડીનો અંદાજ 1,80,000 કરોડ સુધી પહોંચી ગયો છે. પેટ્રોલિયમ પ્રધાન વિરપ્‍પા મોઈલીએ આજથી ઇંધણ બચાવ ઝુંબેશ શરૂ કરી ચૂક્‍યા છે. પેટ્રોલનો વપરાશ 16 મિલિયન ટનની આસપાસ છે.

સર્વેમાં જાણવામાં આવ્‍યું છે કે યુટીલીટી વાહનોમાં આ પૈકી ચાર ટકા પેટ્રોલ સળગી જાય છે. આની બિલકુલ વિરુદ્ધમાં ડીઝલનો વપરાશ પરિવહન માટે 66 ટકા થાય છે. કળષિ માટે 19 ટકા અને મોબાઈલ ટાવરો સંચાલન માટે બે ટકા આનો ઉપયોગ થાય છે. બાકીના ડીઝલનો વપરાશ બેક અપ જનરેટર અને કન્‍સ્‍ટ્રક્‍શન સાધનો માટે વપરાય છે.

ડીઝલ વપરાશ 69 ટનની આસપાસ છે. લાઈટ અને હેવી કોર્મશિયલ વાહનો, મિની વાહનો, ટ્રક અને બસમાં દેશમાં વેચાતા ડીઝલ પૈકી કુલ 38 ટકા ડીઝલનો ઉપયોગ થાય છે. કાર અને યુટીલીટી વાહનોમાં ડીઝલનો ઉપયોગ 19 ટકા થાય છે.

English summary
62% petrol used by two wheelers, 27% by cars : survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X