દિલ્લીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન, સીએમ કેજરીવાલનુ એલાન
દિલ્લીમાં આજે રાતે 10 વાગ્યાથી આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી 6 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના સંક્રમણને જોતા દિલ્લી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે દિલ્લીમાં આજે રાતે 10 વાગ્યાથી આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી 6 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. લોકોના લગ્ન માત્ર 50 લોકો સાથે સંપન્ન થશે, તેના માટે અલગથી પાસ આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ, 'મને આશા છે કે આ નાનુ લૉકડાઉન છે અને નાનુ જ રહેશે અને કદાચ તેને વધારવાની જરૂર નહિ પડે.'

કેન્દ્ર સરકાર અમારી મદદ કરી રહી છે, અમે તેના માટે આભારી છેઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી, 'દિલ્લી છોડીને ના જતા. આવવા-જવામાં એટલો સમય ખરાબ થઈ જશે. સરકાર તમારુ પૂરુ ધ્યાન રાખશે. આ નિર્ણય અમે મુશ્કેલીથી લીધો છે. આ 6 દિવસના લૉકડાઉનમાં અમે દિલ્લીમાં મોટાપાયે બેડની વ્યવસ્થા કરીશુ. કેન્દ્ર સરકાર અમારી મદદ કરી રહ્યુ છે. અમે તેના માટે આભારી છે.'
લૉકડાઉનનુ સંપૂર્ણપણે પાલન કરો, ઘરમાંથી બહાર ન નીકળો
કેજરીવાલે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરીને કહ્યુ, 'આપણી આરોગ્ય સેવાઓ ખૂબ જ તણાવમાં છે. કોઈ પણ વ્યવસ્થાની પોતાની સીમાઓ છે. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. આ લૉકડાઉનમાં અમે દવાઓ અને ઑક્સિજનની વ્યવસ્થા કરીશુ. બધાને વિનંતી છે કે લૉકડાઉનનુ સંપૂર્ણપણે પાલન કરો. આ દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળો.'
છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધુ નવા કેસ
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 23,500 કેસ આવ્યા છે. સંક્રમણ બહુ ઝડપથી વધી ગયુ છે. તેમણે કહ્યુ કે દિલ્લીની હોસ્પિટલોમાં બેડની ભારે કમી થઈ રહી છે. આઈસીયુ બેડ લગભગ ખતમ થઈ રહ્યા છે. 100થી પણ ઓછા આઈસીયુ બેડ બચ્યા છે. દવાઓ પણ ખૂટી રહી છે.












Click it and Unblock the Notifications
