For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSF પર કોરોનાનો કહેર, 17 જવાન પોઝિટિવ, 7 દિલ્હી પોલીસ સાથે તહેનાત હતા

BSF પર કોરોનાનો કહેર, 17 જવાન પોઝિટિવ, 7 દિલ્હી પોલીસ સાથે તહેનાત હતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં સીમા સુરક્ષા બળના સાત જવાનોની કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ જવાન દિલ્હી પોલીસ સાથે તેનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીએસએફ હોસ્પિટલ આરકે પુરમમાં પણ 5 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ દર્દી અને ત્રિપુરામાં બીએસએફના બે જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી રીતે બીએસએફના કુલ 17 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.

bsf

જે 7 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓ બીએસએફની 126 બટાલિયન અને 178 બટાલિયનથી હતા અને જામા મસ્જિદ અને ચાંદની મહલ એરિયામાં તહેનાત કરાયા હતા. તે તમામને નોએડાના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે બીએસએફ હોસ્પિટલ આરકે પુરમ વોર્ડમાં પાંચ અને બીએસએફ કર્મીઓમાં કોરોના પોઝિટિવ જણાયા છે. અહીં પર એક કિડની રોગી છે જે ડાયાલિસિસ માટે આવ્યો હતો. પબહારના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તે 29 એપ્રિલે કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું.

તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામમાં આવ્યો છે. કેન્સર પીડિત બે અન્ય બીએસએફ કર્મી, જે બીએસએફ હોસ્પિટલના વોર્ડથી કેન્સર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જાય છે, 30 એપ્રિલે તે પોઝિટિવ જણાયો. બંને કેન્સર રોગીઓને હવે જય પ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઉપરોક્ત રોગીઓ સાથે બીએસએફ હોસ્પિટલના વોર્ડમાં દાખલ અન્ય દર્દી, તેમના પરિજનો, નર્સિંગ સ્ટાફનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 37776 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સાંજે જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1223 લોકોના મોત થઈ ચૂક્યાં છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 3776 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 2411 નવા મામલા સામે આવ્યા છે અને71 લોકોના મોત થયાં છે.

Coronavirus: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2644 નવા મામલા સામે આવ્યાCoronavirus: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2644 નવા મામલા સામે આવ્યા

English summary
7 more BSF jawans got Coronavirus positive, Total number of infected patients increased to 17.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X