For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેમાં મોદી છે સૌથી લોકપ્રિય નેતા, 2019 ફરી બનશે PM

ગુજરાત ચૂંટણી સમયે કરવામાં આવેલા સર્વે મુજબ 76 ટકા લોકો ઇચ્છે છે કે 2019માં નરેન્દ્ર મોદી જ ભારતના વડાપ્રધાન બને. જાણો આ સર્વે વિષે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દર વર્ષે વધુ અને વધુ વધી રહી છે. જે રીતે હિમાચલ પ્રદેશ અને ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તે બતાવે છે કે લોકો હજી પણ મોદીને પસંદ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ટાઇમ્સ ગ્રુપના સર્વે મુજબ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની પહેલી પસંદ છે.સર્વે મુજબ 79 ટકા લોકો હજી પણ વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સમર્થનમાં છે અને તેમનું કહેવું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે પોતાનું સમર્થન આપશે. જે રીતે પીએમ મોદીની લોકપ્રિયતા વધી રહી છે તે જોઇને લાગે છે કે હાલ તેમના જેટલી લોકપ્રિયતા મેળવવી અન્ય કોઇ નેતા માટે મુશ્કેલ છે.

modi

જે રીતે જીએસટી અને નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યા છે. અને તે પછી વિપક્ષે પણ ભાજપ પર નિશાનો લગાવ્યો છે. તે જોતા અને એક્ઝિટ પોલના આંકડા જોતા સમજાય છે કે હજી પણ 75 ટકા લોકો મોદી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અને 2019માં પણ તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. નોંધનીય છે કે આ ઓનલાઇન સર્વે 12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો. અને તેમાં લગભગ 5 લાખ લોકોએ ભાગ લીધો હતો. જેમાં 20 ટકા લોકો રાહુલ ગાંધીને 2019માં વોટ આપવાની વાત કરી છે. તો ચાર ટકા લોકો અન્યના સમર્થનમાં આવ્યા છે. જ્યારે 76 ટકા લોકોએ કહ્યું છે કે તે 2019ની ચૂંટણીમાં પીએમ મોદીને વડાપ્રધાનના રૂપે જોવા માંગે છે.

English summary
79 percent people will vote for Narendra Modi if election held today says Times survey. It says Modi lead government is most likely scenario in 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X