ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારઘામની યાત્રીઓ પર એલર્ટ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારઘામની યાત્રીઓ પર એલર્ટ
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારઘામની યાત્રા પર નીકળેલા યાત્રીઓની સુરક્ષાને જોતા પ્રશાસને એલર્ટ જાહેર કર્યો છે. નોંધનીય છે કે પર્વતો પર પાછલા કેટલાય દિવસોથી વરસાદ થવાના લીધે સડકો નદીઓમાં ફેરવાઇ ગઇ છે. વળી હવામાન ખાતાએ પણ અધિકાંશ સ્થળો પર આવનારા 36 કલાકમાં વરસાદની સંભાવના કરી છે.

દાઉદે ગુજરાતી ચેનલને આપ્યો ઇન્ટરવ્યૂ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે એક ગુજરાતી ચેનલને ફોન પર ઇન્ટરવ્યૂ આપ્યો છે. જો કે આ ઇન્ટરવ્યૂ આપનાર દાઉદ જ છે કે નહીં તે વાતની કોઇ પુષ્ટિ નથી થઇ. ત્યારે પોતાના ઇન્ટરવ્યૂમાં દાઉદે કહ્યું કે તેનો 1933માં થયેલા બોમ્બ ધડાકામાં કોઇ હાથ નથી. વધુમાં અલકાયદા સાથે પોતાના સંબંધ પર પૂછતા તેણે કહ્યું કે તે એક બિઝનેસમેન છે. અને તેને કોઇ આતંકવાદી છે કોણ નહીં તે વાતથી કોઇ ફરક નથી પડતો.

SCએ દાઉદને ભારત લાવવા SITનું ગઠન કરવાથી કર્યો ઇન્કાર
ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાના પ્રયાસોને સુપ્રિમ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે દાઉદને ભારત લાવવાના પ્રયત્નના ભાગરૂપે એસઆઇટીનું ગઠન કરવાની અરજીને ફગાવી દીધી છે. અને આ વાતની તપાસ કરવાનો પણ ઇન્કાર કર્યો છે.

પોલિસ 26/11ના આરોપી હેડલીનું નિવેદન લઇ શકે છે.
26/11ના હુમલા મામલે મુંબઇ પોલિસ વીડિયો કોન્ફર્ન્સિંગ કરીને અમેરિકામાં બેઠેલા ડેવિડ હેડલીનું નિવેદન નોંધાવી શકે છે. ત્યારે હાલમાં અધિકારીઓ આ નિવેદનને નોંધાવાની તૈયારી કરી રહ્યા છે.

હેમા માલિનીના આરોપ મૃત બાળકીના પિતાની સફાઇ
હેમા માલિની આજે ટ્વિટર દ્વારા રાજસ્થાનમાં પોતાની સાથે થયેલા કાર અકસ્માત વિષે બોલતા જણાવ્યું કે જો મૃત બાળકીના પિતાએ ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત તો તેમની બાળકી જીવતી હોત. જે પર મૃત બાળકીના પિતાએ કહ્યું કે તે રસ્તા પર જવાનો અન્ય કોઇ વિકલ્પ નથી. વળી તેમણે સ્ગિનલની લાઇટ પણ ઓન રાખી હતી. વધુમાં તેમણે કહ્યું કે હેમા માલિની મોટી વ્યક્તિ છે તેમણે કંઇ પણ કહેતા પહેલા વિચારવું જોઇએ.

દિલ્હીમાં વધુ એક ટેક્સી ડ્રાઇવરે યુવતી જોડે અશ્લીલતા કરી
દિલ્હીની એક છોકરીએ સોશ્યલ મિડિયા દ્વારા દિલ્હીની ટેક્સી ફોર સ્યોરના ડ્રાઇવરની ફરિયાદ કરતા કહ્યું કે બે જૂને તે જ્યારે આ કંપનીની કારમાં બેઠી હતી ત્યારે ડ્રાઇવરે ગાડીને ખૂબ ફાસ્ટ ચલાવી અને તેને ગાડીમાં મ્યુઝિક પણ હાઇ વોલ્યુમ પર કર્યું. જે બાદ યુવતીના કહેવા છતાં તેને ગાડીનો વોલ્યુમ કે સ્પીડ ઓછી ના કરી અને વધુમાં જે ઘટના બાદ યુવતી ખૂબ જ ડરી ગઇ હતી.

દિલ્હીમાં ઉબેર ટેક્સી ફરીથી ચાલશે
રાજધાની દિલ્હીમાં ઉબેર કંપનીના ડ્રાઇવર દ્વારા એક મહિલા સાથે રેપ થયા બાદ દિલ્હી સરકાર દ્વારા આ કંપનીનું લાયસન્સ રદ્દની યાચિકા કોર્ટમાં કરી હતી. જો કે હાઇકોર્ટે લાયસન્સ રદ્દ કરવાની અરજી ફગાવતા દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.

લલિત મોદીએ ફરી ફોડ્યો ટ્વિટર બોમ્બ
ફરી એક વાર આઇપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીએ ટ્વિટર બોમ્બ ફોડીને કેટલાક લોકોના નામ લીધા છે. જેમણે દિવાળીના સમયે વેપારી વિવેક નાગપાલની તરફથી મોંધી ભેટ આપવામાં આવી હતી. જો કે વેપારી વિવેક નાગપાલે આ વાતનું ખંડન કર્યું છે.

ભાભા પરમાણુ કેન્દ્ર પર ઉડી રહેલા ડ્રોન મામલે પોલિસની સફાઇ
સોમવારે, ભાભા પરમાણુ શોધ કેન્દ્ર પર લગભગ 25 મિનિટ સુધી એક સંદિગ્ધ ડ્રોને ઉડતું જોયા બાદ પોલિસે એક પ્રોપર્ટી વેબસાઇટના કર્મચારી શિવકુમાર શહાણે અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે. કેસ દાખલ કર્યો છે.

પુનાના પાર્વતી નગરમાં હિંસક અથડામણ
બુધવારે, પુનાના પાર્વતી એરિયામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, વહાનોની તોડફોટ અને પથરાવ થતા પોલિસે સ્થિતિને સંભાળવા માટે પોલિસ પેટ્રોલિંગ કર્યું હતું.












Click it and Unblock the Notifications
