સલમાન મુદ્દે સત્યપાલે કહ્યું "ગરીબને ક્યારેય ન્યાય નહીં મળે"

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સલમાન મુદ્દે સત્યપાલે કહ્યું "ગરીબને ક્યારેય ન્યાય નહીં મળે"

સલમાન ખાનની 5 વર્ષની સજા પર આજે બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. જેની પર ટિપ્પણી કરતા ભૂતપૂર્વ મુંબઇ પોલિસ કમિશ્નર સત્યપાલ સિંહે કહ્યું કે કોર્ટના આ નિર્ણયે સાબિત કરી દીધું કે ભારતમાં ગરીબને ક્યારેય ન્યાય નહીં મળે. તેમણે કહ્યું કાલે કોર્ટના નિર્ણયે એ આશા જગાવી હતી પણ આજે ફરી તે વાત પર તેણે પાણી ફેરવી દીધું છે.

લુધિયાણામાં સલમાનને સજાના મળતા વિરોધ

સલમાન ખાનની 5 વર્ષની કેદ પર બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. વધુમાં તેને જમાનત પણ લંબાવાઇ છે. ત્યારે આજે લુધિયાણામાં સલમાનની જમાનતના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

મોગા બસ છેડછાડ મામલે નવો વળાંક

મોગા બસ છેડછાડ મામલે નવો વળાંક

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મોગા બસ છેડછાડ મામલે પંજાબ સરકાર અને પોલિસ પાસેથી ઓર્બિટ બસ કંપનીને નોટિસ જાહેર કરી બસની તમામ જાણકારી મંગાવી છે. વધુમાં આ અંગે હજી સુધી કેમ કોઇ પગલાં નથી ભરાયા તે મામલે પણ કોર્ટે સરકાર અને પોલિસને ફટકાર કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું "મેંને એક બાર જો કમિટમેન્ટ કર દીયો તો બસ કર દીયા"

ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે થાણેના ભીંવડી કોર્ટમાં પહોંચ્યા. રાહુલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે તે આજે કોર્ટમાં હાજર રહેશે. ત્યારે પોતાના આ વાયદાને નિભાવતા રાહુલ ગાંધી ભીંવડીં પહોંચ્યા. નોંધનયી છે કે રાહુલ પર સંધને ગાંધીના હત્યારા કહેવાનો માનહાનિનો કેસ ભીંવડીમાં ચાલી રહ્યો છે. ત્યારે તેમના આ નિવેદન સલમાન ખાનના ડાયલોગની યાદ તાજા કરાવી.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મોસ્કો પહોંચ્યા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મોસ્કો પહોંચ્યા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરુવારે તેમના પાંચ દિવસની અધિકૃત વિદેશ યાત્રા નિમિત્તે મોસ્કો પહોંચ્યા.

ભારતીય સેનાએ મોસ્કોમાં કરી માર્ચ

ભારતીય સેનાએ મોસ્કોમાં કરી માર્ચ

મોસ્કોના વિજય દિવસની ઉજવણી પર ગુરુવારે ભારતીય સેનાએ મોસ્કોના રેડ સ્કેવર પર કરી માર્ચ. બીજા વિશ્વયુદ્ધમાં રશિયાની જીતની 70 વર્ષની ઉજવણી નિમિત્તે આ માર્ચ કરવામાં આવી.

ભારત-બાંગ્લાદેશ ભૂમિ સીમા બિલ રાજ્યસભામાં પાસ

ભારત-બાંગ્લાદેશ ભૂમિ સીમા બિલ રાજ્યસભામાં પાસ

આજે સંસદમાં ઐતિહાસિક ભારત-બાંગ્લા જમીન સીમા બિલ પસાદ થઇ ગયું આ માહિતી સાંસદ એમ.કે.નકવીએ આપી હતી. આ બિલ પસાર થતા જ વડાપ્રધાન મોદીએ વિપક્ષનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે આ બિલ શૂન્ય મતથી પાસ થઇ ગયું.

બીએસએફએ 64 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી

બીએસએફએ 64 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી

ભારત બાંગ્લાદેશ બોર્ડર પર આવેલા માલદાથી બીએસએફના જવાનોએ 64 લાખ રૂપિયાની નકલી નોટ અને એક તસ્કરને પકડી પાડ્યો છે.

મોગા કાંડ મામલે ક્રોંગ્રેસનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

મોગા કાંડ મામલે ક્રોંગ્રેસનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ગુરુવારે, દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ક્રોંગ્રેસના દિલ્હી પ્રમુખ અજય માકન અને ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ એક કેન્ડલ લાઇટ માર્ચ નીકાળી. મોગા છેડછાડના વિરોધમાં ક્રોંગ્રેસે આ પ્રદર્શન કર્યું.

RJD માંથી નીકાળ્યા બાદ પપ્પુએ કહ્યું

RJD માંથી નીકાળ્યા બાદ પપ્પુએ કહ્યું "મારો વાંક શું?"

આરજેડીમાંથી આરજેડી સાંસદ પપ્પુ યાદવને 6 વર્ષ માટે નીકાળ્યા બાદ સાંસદ પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સક યોજીને પોતાને પાર્ટીને બહાર કેમ નીકાળવામાં આવ્યો તેવો પ્રશ્ન લાલુ યાદવને પૂછ્યો છે. વધુમાં પપ્પુએ લાલુને પર મુલાયમ સિંહને ભૂતકાળમાં પીએમ ન બનાવા દેવાનો પણ આરોપ લગાવ્યો હતો.

NDRFનું કરવામાં આવ્યું સન્માન

NDRFનું કરવામાં આવ્યું સન્માન

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને MOS કિરણ રિજીજૂએ આજે NDRF ટીમનું સન્માન કર્યું. નેપાળમાં ભૂકંપ વખતે ભારતની આ રાહત બચાવ ટીમે અભૂતપૂર્વ કામ કરીને ભારતની ગૌરવ વધાર્યું જે બદલ સરકારે તેમનું સન્માન કર્યું.

હિમવર્ષોએ મનાલી હાઇ વે કર્યો બંધ

હિમવર્ષોએ મનાલી હાઇ વે કર્યો બંધ

હિમવર્ષો થતા મનાલી-કેલાંગ-લેહ રાષ્ટ્રિય હાઇવે બંધ થઇ ગયો. ત્યારે રાજમાર્ગને ખોલવા માટે ખાસ વાહન બોલાવી બરફને ખસેડવામાં આવ્યો.

મુફ્તીએ કરી જિલ્લા હોસ્પિટલની સપ્રાઇઝ વિઝિટ

મુફ્તીએ કરી જિલ્લા હોસ્પિટલની સપ્રાઇઝ વિઝિટ

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે ગુરુવારે પુલવામા જિલ્લામાં આવેલ જિલ્લા હોસ્પિટલની સરપ્રારાઇઝ વિઝિટ લઇને દર્દીઓના હાલચાલ પૂછ્યા.

રાજધાની દિલ્હીના જો આ હાલ છે તો દેશનું શું?

રાજધાની દિલ્હીના જો આ હાલ છે તો દેશનું શું?

દેશની રાજધાની દિલ્હીમાં નો પાર્કિંગના બોર્ડની નીચે કતાર બંધ ગાડીઓ પાર્ક છે. ત્યારે જો દેશની રાજધાનીમાં જ કાયદા વ્યવસ્થાનો કથળતો હાલ છે તો દેશના બાકી શહેરના શું હાલ હશે?

અમૃતસરમાં બોલીવૂડ સ્ટારે બનાવી રોટી

અમૃતસરમાં બોલીવૂડ સ્ટારે બનાવી રોટી

અમૃતસરના સુવર્ણ મંદિરમાં બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી અને અભિનેત્રી એવલિન શર્મા તેમની આવનારી ફિલ્મ "ઇશ્કદરિયા" માટે ગુરુદ્વારામાં પ્રાર્થના કરી અને લંગર માટે રોટલીઓ પણ બનાવી.

કોલકત્તામાં

કોલકત્તામાં "તનુ વેડ મુન રિટર્ન"નું પ્રમોશન

કોલકત્તા પહોંચ્યા "તનુ વેડ મુન રિટર્ન" ના સ્ટાર કંગના રાણાવત અને આર. માધવન. તેમણે અહીં કર્યું તેમની ફિલ્મને પ્રમોટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X