મુંબઇમાં ડ્રંક એન્ડ ડ્રાઇવ મામલે 840ની ધરપકડ

લગભગ 1800 પોલીસ જવાનો નવા વર્ષની પૂર્વસંધ્યાએ લોકોની સુરક્ષા માટે ફરજ પર ઉતર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકોની સામે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી પણ થઇ શકે છે.
મુંબઇમાં કોઇ પણ અપ્રિય ઘટના ના ઘટે તેના કારણે દરેક સ્થળોએ નાકાબંદી કરવામાં આવી હતી. આ દરમિયાન દારૂ પીને ગાડી ચલાવનાર 840 લોકો પોલીસના હાથે ઝડપાઇ ગયા.
જોકે દારૂ પીને ગાડી ડ્રાઇવ નહી કરવાની ચેતવણી મુંબઇ પોલીસે પહેલેથી જ આપી દીધી હતી. છતાં પણ પોલીસની ચેતવણીને અવગણી લોકોએ દારૂ પીને ડ્રાઇવ કર્યું અને પોલીની બાજ નજરમાં પકડાઇ ગયા.












Click it and Unblock the Notifications
