• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મણિપુર સૈન્ય હુમલામાં ચીનની આર્મીનો હાથ હતો

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મણિપુર સૈન્ય હુમલામાં ચીનની આર્મીનો હાથ હતો!

મણિપુર સૈન્ય હુમલામાં ચીનની આર્મીનો હાથ હતો!

થોડાસમય પહેલા મણિપુરમાં સેના પર આક્રમણ કરવામાં આવ્યું હતું. જેમાં સેનાના 18 જવાનો શહીદ થયા હતા. વધુમાં આ હુમલાની જવાબદારી NSCN નામના આતંકી ગ્રુપે લીધી હતી. પણ ફોન ઇન્ટરસેપ્ટ અને કોલ ડિટેલથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તેમાં ચીની પીપુલ્સ આર્મીનો હાથ હોવાની વાત બહાર આવી છે.

કોસ્ટગાર્ડનું ડોર્નિયર એરક્રાફ્ટ ગાયબ

કોસ્ટગાર્ડનું ડોર્નિયર એરક્રાફ્ટ ગાયબ

કોસ્ટગાર્ડનું ડોર્નિયર એરક્રાફ્ટ ચેન્નઇથી ગુમ થયું. આ એરક્રાફ્ટે સોમવારે સાંજે 5:30 વાગે ચેન્નઇથી ઉડાન ભરી હતી. તેમાં 3 ક્રૂ મેમ્બર પણ હતા. રાતના 10:30 સુધી તે રડાર પર જોવા મળ્યું હતું. જો કે તે બાદ સંપર્ક ખોરવાતા 4 નેવી શિંપિંગ અને 4 કોસ્ટગાર્ડ શીપે મળીને આ એરક્રાફ્ટની શોધ આરંભી છે.

ઝારખંડમાં 12 નક્સલીઓને ઠાર મરાયા

ઝારખંડમાં 12 નક્સલીઓને ઠાર મરાયા

ઝારખંડમાં પોલિસ અને સીઆરપીએફ દ્વારા ચલાવામાં આવેલ સંયુક્ત અભિયાનમાં 12 નક્સલવાદીને ઠાર મારવામાં આવ્યા. ગુપ્ત સૂચનાના આધાર પર પોલિસે ત્વરિત પગલા લેતા આ કવાયત હાથ ધરી હતી.

આપ નેતા જિતેન્દ્ર તોમરની ધરપકડ

આપ નેતા જિતેન્દ્ર તોમરની ધરપકડ

દિલ્હીના આમ આદમી પાર્ટીના કાનૂન પ્રધાન જિતેન્દ્ર સિંહ તોમરની આજે દિલ્હી પોલિસે નકલી ડિગ્રી મામલે ધરપકડ કરી છે. નોંધનીય છે કે તોમર પાસે કાનૂન સિવાય પર્યટન, કળા અને સંસ્કૃતિનો પણ વિભાગ છે.

ભષ્ટ્ર નેતાઓ દિલ્હીમાં કટોકટીની સ્થિતિ પેદા કરવા ઇચ્છે છે

ભષ્ટ્ર નેતાઓ દિલ્હીમાં કટોકટીની સ્થિતિ પેદા કરવા ઇચ્છે છે

આમ આદમી પાર્ટીના નેતા જીતેન્દ્ર તોમરની ધરપકડ પર દિલ્હીમાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી. જેમાં તેમણે કહ્યું કે કોલેજની એફીડેવિટ કહે છે કે તેમણે પરીક્ષા પાસ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે ભષ્ટ્ર નેતાઓ દિલ્હીમાં કટોકટી લાદવા માંગે છે. વધુમાં ACB પર બોલતા સિસોદિયા કહ્યું કે ACBમાં જોઇન્ટ કમિશ્નરની કોઇ પોસ્ટ જ નથી તેમ છતાં તેમની નિમણૂક કરવામાં આવે છે જે ગેરકાનૂન છે

ક્રોંગ્રેસે જીતેન્દ્ર તોમરનું રાજીનામું માંગ્યું

ક્રોંગ્રેસે જીતેન્દ્ર તોમરનું રાજીનામું માંગ્યું

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કાનૂની મંત્રી જીતેન્દ્ર તોમરની ધરપકડ બાદ ક્રોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષ અજય માકને જીતેન્દ્ર તોમરના રાજીનામાંની માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે આવું પહેલી વાર બન્યું છે કે કાનૂન પ્રધાનની જ ડિગ્રી ગેરકાનૂની હોય.

આપ ખોટી વાતનું રોદણું રડી રહી છે : કિરણ બેદી

આપ ખોટી વાતનું રોદણું રડી રહી છે : કિરણ બેદી

કિરણ બેદીએ જીતેન્દ્ર તોમરની ધરપકડ વિષે બોલતા કહ્યું કે આપ, પોલિસ પર ખોટો આરોપ લગાવી રહી છે કે પોલિસ રાજકારણ રમે છે. પોલિસે કોર્ટના આદેશ હેઠળ કામ કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે તપાસ હેઠળ પોલિસને ઠોસ સબૂત મળ્યા હશે જેના આધાર પર તેણે જીતેન્દ્ર તોમરની ધરપકડ કરી હશે. આપ પર બોલતા કિરણે જણાવ્યું કે આપ ખોટું વાતે વિવાદ કરી રહી છે.

મોદીની ટિપ્પણીથી શેખ હસીના ખુશ, પણ ક્રોંગ્રેસ નાખુશ

મોદીની ટિપ્પણીથી શેખ હસીના ખુશ, પણ ક્રોંગ્રેસ નાખુશ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે એક મહિલા હોવા છતાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલર્ન્સની નિતિ અપવાને છે. ઢાકામાં આપેલા આ નિવેદન પર શેખ હસીના કાર્યલયે જ્યાં નિવેદન આપ્યું કે તેમના માટે આ વાત સન્માનને પાત્ર છે. ત્યાં જ ક્રોંગ્રેસે આ મામલે કહ્યું કે મોદીની આવી ટિપ્પણી મહિલા વિરોધી છે. અને આ દ્વારા તેમણે મહિલાઓની મજાક ઉડાવી છે.

CNG ફિટનેસ કૌંભાડ મામલે LG સામે કેજરી કરશે કેસ!

CNG ફિટનેસ કૌંભાડ મામલે LG સામે કેજરી કરશે કેસ!

ઉપરાજ્યપાલ નજીબ જંગ અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સીએનજી કૌંભાડ મામલે દિલ્હી સરકાર હવે એલજીને ધેરવા માટે રણનિતિ બનાવી રહી છે. હાલનો દિલ્હી સરકારે મુખ્ય સચિવ પાસેથી તેની રિપોર્ટ મંગાવીને એલજી વિરુદ્ધ કયા કયા કાયદાકીય પગલા ભરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી રહી છે.

ACBના વડાની બદલી, જંગ-કેજરીની લડાઇ તેજ

ACBના વડાની બદલી, જંગ-કેજરીની લડાઇ તેજ

ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્હીની ભષ્ટ્રાચાર નિરોધક શાખા (ACB)ના વડાની બદલી કરી નાંખી છે. દિલ્હી પોલિસના સંયુક્ત આયુક્ત મુકેશ કુમાર મીણાને આ પદ સોંપવામાં આવ્યું છે. વધુમાં સાત ઇન્સપેક્ટરની પણ નિયુક્તિ LG કરી છે. જે જોતા આવનારા સમયમાં કેજરીવાલ અને નજીબ જંગ વચ્ચે ચાલી રહેલી જંગ વધુ વિકરાય સ્વરૂપ લે તો નવાઇ નહીં.

વોટના બદલે નોટ મામલે ટીડીપી વિધાયકના ઘરે ACBની રેડ

વોટના બદલે નોટ મામલે ટીડીપી વિધાયકના ઘરે ACBની રેડ

વોટના બદલે નોટ મામલે ટીડીપી વિધાયકોનું મુશ્કેલીઓ વધી રહી છે. ભષ્ટ્રાચાર નિરોધક શાખાએ મંગળવારે, ટીડીપી વિધાયક રેવાનાથ રેડ્ડીના ઘરે રેડ પાડી. નોંધનીય છે કે 31 મેના રેડ્ડીની આજ મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી.

લાલુ: ભાજપમાં હિંમત હોય તો સીએમનું નામ કે

લાલુ: ભાજપમાં હિંમત હોય તો સીએમનું નામ કે

રાષ્ટ્રિય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નિતિશ કુમારન અમારી સંયુક્ત પાર્ટીના મુખ્યમંત્રી છે. જો ભાજપમાં હિંમત હોય તો તે પોતાની પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદારનું નામ ધોષિત કરે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં જ્યારે લાલુ અને નિતિશ મળીને ચૂંટણી લડશે તો ભાજપ અને RSSની ઘર વાપસી થઇ જશે.

"અશોબા" તોફાનનો ખતરો, ચેતાવણી જાહેર

હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આવતારા 24 થી 36 કલાક ભારતના અમુક વિસ્તારો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. વધુમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણ જેવા પશ્ચિમ વિસ્તારોમાં ચક્રવાતી તોફાન અશોબાનો કહેર હેઠળ 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હવા અને જોરદાર વરસાદ પડવાની શક્યતા સેવાઇ રહી છે.

મુંબઇમાં ધોડાગાડી પર પ્રતિબંધ

મુંબઇમાં ધોડાગાડી પર પ્રતિબંધ

મુંબઇની પ્રખ્યાત "વિક્ટોરિયા"ની સવારી એટલે કે ધોડાગાડીની સફર પર બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી છે. બોમ્બે હાઇકોર્ટે એક વર્ષમાં આ સવારી સંપૂર્ણ પણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ધોડા પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં કોર્ટે આ આદેશ આપ્યો છે.

સોનિયાએ ક્રોંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે કરી બેઠક

સોનિયાએ ક્રોંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે કરી બેઠક

ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે દિલ્હીમાં ક્રોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી. જેમાં રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સમેત અનેક ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દ્વારા ક્રોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હવે, ગ્લૂકોન ડીમાંથી નીકળ્યા જીવડા

હવે, ગ્લૂકોન ડીમાંથી નીકળ્યા જીવડા

મેગી વિવાદનો તો હજી અંત થયો નથી ત્યાં જ લખનઉમાં જાણીતી એનર્જી ડ્રિંકની બ્રાન્ડ ગ્લૂકોન ડીનીમાંથી જીવડા નીકળવાની ફરિયાદ મળતા તેના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બબલૂ નામના વ્યક્તિએ લખનઉમાં કરિયાણાના સ્ટોરમાંથી તેનું પેક ખરીદ્યું હતું. જેમાં આ જીવાત જોવા મળી છે.

મહારાષ્ટ્ર સદન કૌભાંડ મામલે ભુજબલ વિરુદ્ધ FIR

મહારાષ્ટ્ર સદન કૌભાંડ મામલે ભુજબલ વિરુદ્ધ FIR

દિલ્હીમાં આવેલ મહારાષ્ટ્ર સદન નિર્માણ કૌભાંડ મામલે ભષ્ટ્રાચાર નિરોધક ખાતાએ સોમવારે રાજ્યના પૂર્વ સાર્વજનિક નિર્માણ મંત્રી છગન ભુજબળ સહિત પાંચ અધિકારીઓ વિરુદ્ઘ FIR નોંધાવી. નોંધનીય છે કે ભુજબળ પર આરોપ છે કે તેમણે આ સદનના નિર્માણ દ્વારા પોતાના સંબંધીઓને ફાયદો કરાવ્યો છે.

યોગ જો ભગવા છે તો દુનિયાએ કેમ તેને સ્વીકાર્યું?

યોગ જો ભગવા છે તો દુનિયાએ કેમ તેને સ્વીકાર્યું?

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ શિક્ષણમાં ભગવાકરણ લાવવાના આરોપનું ખંડન કરતા કહ્યું કે લોકો ધર્મનિરપેક્ષતાના નામે દેશની તમામ સારી પરંપરાઓ અને દેશની વિરાસતનો મજાક બનાવી રહ્યા છે. જો યોગ ભગવાકરણ છે તો પછી વિશ્વભરનો લોકોએ કેમ તેને અપનાવી. નોંધનીય છે કે સ્મૃતિએ આ નિવેદન એક સંમેલન દરમિયાન આપ્યું હતું.

પપ્પુ યાદવ- લાલુ દલિતો અને મુસ્લમાનોનો 1 નંબરનો દુશ્મન છે

પપ્પુ યાદવ- લાલુ દલિતો અને મુસ્લમાનોનો 1 નંબરનો દુશ્મન છે

રાષ્ટ્રિય જનતા દળમાંથી નીકાળ્યા બાદ પપ્પુ યાદવે આરજેડી નેતા લાલુ યાદવ પર આરોપ લગાવતા કહ્યું કે લાલુ યાદવે દલિત અને મુસ્લિમોની ભલાઇની વાતો કરવાની રહેવા દેવી જોઇએ. વધુમાં યાદવે કહ્યું કે લાલુ જો કોઇનો 1 નંબરનો દુશ્મન હોય તો તે છે દલિત અને મુસ્લિમ.

ઓમરે મોદી મુફ્તીની સરકારને યૂ-ટર્ન સરકાર કહી

ઓમરે મોદી મુફ્તીની સરકારને યૂ-ટર્ન સરકાર કહી

જમ્મુ કાશ્મીરમાં મોદી મુફ્તીની સરકારને 100 દિવસ પુરા થયા જે પર એક બાજુ સરકારે આ દિવસોને સારા દિવસો કહ્યા છે ત્યાં જ વિપક્ષ નેતા ઓમર અબ્દુલ્લાએ આ પ્રેસ કોન્ફર્ન્સ યોજી મોદી મુફ્તી સરકારને યૂ ટર્નની સરકાર કહી.

દિલ્હીમાં મહાનગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ

દિલ્હીમાં મહાનગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ

સોમવારે, દિલ્હીમાં મહાનગરપાલિકાના મેયર્સ અને ભાજપના કાર્યકર્તાઓએ રામલીલા મેદાન પર ધરણા ધરી દિલ્હી સરકારને સફાઇકર્મચારીઓના પગાર છૂટા કરવાની માંગણી કરી.

SSCની જીતની ખુશી

SSCની જીતની ખુશી

સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના 10 ધોરણના પરિણામની જાહેરાત બાદ નાગપુરની કેટલીક વિદ્યાર્થીનીઓ તેમના પાસ થવાની ખુશીને કંઇક આ રીતે દર્શાવી રહી છે.

English summary
9 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more