Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

12 વર્ષના બાળકને માતા અને બહેને ચિત્તાના મુખમાંથી જીવના જોખમે બચાવ્યો

એક ચિત્તાએ ખેતરમાં ચારો લઈ રહેલા 12 વર્ષના બાળક પર હુમલો કરી દીધો.

પંચમહાલઃ ગુજરાતમાં માનવ પર વાઘ-ચિત્તાના હુમલા ક્યાંકને ક્યાંક થતા જ રહે છે. અહીં પહાડી તેમજ જંગલ વિસ્તારમાં અત્યાર સુધી ઘણા વૃદ્ધો જંગલી પશુઓના શિકાર બની ચૂક્યા છે. લેટેસ્ટ ઘટના પંચમહાલ જિલ્લાની છે જ્યાં એક ચિત્તાએ ખેતરમાં ચારો લઈ રહેલા 12 વર્ષના બાળક પર હુમલો કરી દીધો. વળી, પાસે તેની મા અને બહેન પણ હાજર હતા. ચિત્તાને જોઈને તેમણે બાળકને બચાવવાની કોશિશ કરી. કોઈ રીતે તે સફળ થઈ ગયા.

leopard

જો કે ત્યાં સુધી ચિત્તાના હુમલામાં 12 વર્ષનો બાળક ઘણો ઘાયલ થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેનો ઈલાજ કરવામાં આવ્યો. આ તરફ ગામમાં માહિતી મળી કે ખેતરમાં બાળકની મા અને બહેને જીવ જોખમમાં મૂકીને તેનો જીવ બચાવ્યો છે.. તો સૌ તેમની પ્રશંસા કરવા લાગ્યા. માહિતી મુજબ ઘટના ઘોઘમ્બા તાલુકાના ગોયાસુંડલ ગામની છે જ્યાં બાળક અને તેની બહેન તેમજ તેની મા ખેતરમાં ચારો લઈ રહ્યા હતા. ત્યારે એક ચિત્તો આવી ગયો અને તેણે બાળકની ગરદન પકડી. તે બાળકને ખેંતીને લઈ જવા લાગ્યા. ત્યારે હિંમત કરીને મા-બહેન દોડી આવ્યા. ચિત્તાને દંડો ફેંકીને માર્યો. જેના કારણે ચિત્તાએ બાળકને છોડી દીધો અને પછી જંગલ તરફ નીકળી ગયો. આ દરમિયાન બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા.

આ પહેલા પણ આ તાલાકુના કાંસુ ગામમાં 12 વર્ષીય કિશોરને ચિત્તો પોતાનો શિકાર બનાવી ચૂક્યો હતો. સાથે જ વાવકુલ્લી, ચાંઠા, માલુ અને ધરમખેતરમાં અલગ અલગ પાંચ લોકો પર ચિત્તો હુમલો કરી ચૂક્યો છે. બે દિવસ પહેલા જ ઘર પાસે નાહી રહેલી મહિલા પણ ચિત્તાના હુમલાથી ઘાયલ થઈ હતી. આના કારણે ખૂંખાર ચિત્તાઓને જલ્દીમાં જલ્દી પકડવાની માંગ લોકો કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X