બેંગલુરુના યુવકના ISIS સાથે તાર, કુલ્લૂથી ધરપકડ

Subscribe to Oneindia News

બેંગલુરુના રહેવાસી 23 વર્ષના યુવક આબીદ ખાનની હિમાચલ પ્રદેશના કુલ્લૂથી ધરપકડ કરવામાં આવી છે. તેના તાર આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ આબીદ ખાન છે જેની પૂછપરછ આજે એનઆઇએની ટીમ કરશે.

isis

આ અંગે મીડિયાને જાણકારી આપતા ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ સંજય કુમારે કહ્યુ કે, 'આબીદ ખાન કુલ્લૂમાં નકલી ઓળખપત્ર સાથે રહેતો હતો, તેનું નામ ISIS ની સામે ચાલી રહેલ તપાસ દરમિયાન સામે આવ્યુ અને તેની સામે અમારી પાસે ઘણા પુરાવા છે કે જે તેના અને ISIS ના સંબંધોની પુષ્ટિ કરે છે.'

આબીદ ખાન ISIS ની વિચારધારાથી પ્રભાવિત

તપાસ દરમિયાન જે વાત સામે આવી છે તે મુજબ આબીદ ખાન ISIS ની વિચારધારાથી પ્રભાવિત છે. આબીદ સાથે આજે એનઆઇએની ટીમ પૂછપરછ કરશે. આબીદની આતંકી સંગઠનમાં શું ભૂમિકા છે અને તે કેવી રીતે આના સંપર્કમાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.

English summary
A 23-year-old resident of Bengaluru with suspected links to the ISIS has been arrested at Kullu in Himachal Pradesh.
Please Wait while comments are loading...