લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, પુર્વ સીએમની દિકરી બીજેપીમાં જોડાઈ
લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ નેતાઓના પક્ષ પલટા શરૂ થઈ ગયા છે. આ ક્રમમાં જ કોંગ્રેસના એક મોટા નેતાએ બીજેપીનો હાથ પકડ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા પદ્મજા વેણુગોપાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. પદ્મજા કોંગ્રેસના નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે કરુણાકરણની પુત્રી છે.

કોંગ્રેસ છોડ્યા બાદ પદ્મજાએ કેરળ કોંગ્રેસ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં તેમને ઘણાં અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. પદ્મજાએ મીડિયાને કહ્યું કે તે કોંગ્રેસના ટોચના નેતૃત્વના વર્તનથી ખૂબ જ દુખી છે.
પદ્મજા છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હતી, ત્યારપછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા પદ્મજા ગુરુવારે ભાજપમાં જોડાઈ ગઈ.
આ અવસર પર મીડિયા સાથે વાત કરતા પદ્મજાએ પત્રકારોને જણાવ્યું કે તેમની માનસિક પીડા તેમને કોંગ્રેસ છોડવા માટે મજબૂર કરી રહી છે.
જણાવી દઈએ કે કેરળમાં આ પહેલીવાર નથી, જ્યારે પૂર્વ સીએમનો પુત્ર કે પુત્રી ભાજપમાં જોડાયો હોય. આ પહેલા કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
