લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, ગમે ત્યારે લાગુ થઇ શકે છે CAA

CAA Rules can be implemented anytime: ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં કોઈપણ સમયે CAA નિયમોને સૂચિત કરી શકે છે. CAA નિયમો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બની રહેલા લઘુમતી સમુદાયના લોકોની ભારતીય નાગરિકતા માટેની અરજીઓની પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, CAAના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CAAના નિયમો માર્ચના પહેલા સપ્તાહમાં અથવા તેના પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે.

CAA Rules can be implemented anytime

અત્રે ઉલ્લેખનીય છે કે, CAA નિયમો લાગુ કરવા માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, નિયમો તૈયાર છે, અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ તે વર્ષ જણાવવું આવશ્યક છે કે, જેમાં તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.

CAA કાયદો એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ ખોલે છે, જેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X