Kunnar Railway Station: અલપ્પુઝા-કન્નુર એક્ઝીક્યુટિવ એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી
Kunnar Railway Station: કેરલ કન્નુર જિલ્લ્માં એક વાર ફરી ટ્રેનમાં આગ ચાંપવાની ઘટના સામે આવી હતી. કન્નુર રેલવે સ્ટેશન પર ઉભેલી એક ટ્રેનના ડબ્બાામાં અમુક લોકોએ આગને હવલે કરી દિધી છે. આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી જાણવા મળતી મહિતી અનુસાર કન્નુર અલપ્પુઝા એક્ઝેક્યુટિવ એક્સપ્રેસના જનરલ કોચમાં આગ લાગી હતી. જણાવી દઇએ કે, અંદાજે બે મહિના પહેલા પણ અલ્ધનૂરમાં પણ ટ્રેન પર હુમલો થયો હતો.

ડ્યુટી પર તૈનાત સ્ટેશન માસ્ટર અને અધિકારીઓએ જ્યારે તેની જાણકારી આપી તો ઘટના સ્થળ પર પહોચ્યા હતા. અને રાતના 2:20 વાગે ટ્રેનનો કોચમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. બાકીના કોચને તરત જ અલગ કરી દેવામા આવ્યા હતા. ટ્રેન સવારે 5 વાગ્યે રવાના થવાની હતી.
રિપોર્ટ અનસુરા ટ્રેનની એક આખો ડબો બળીને ખાક થઇ ગયો છે. તે રેલવે પોલીસે આ ઘટના પર શંકા વ્યક્ત કરી છે. ટ્રેનની સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા જોઇ શકાય છે કે, અમુક અજાણ્યા લોકો ટ્રેનમાં ઘુસે છે. ત્યાર બાદ ટ્રેનમાં આગ લાગી જાય છે. ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના સર્વિલાંસ કેમરામાં આ ઘટના કેદ થઇ હતી.












Click it and Unblock the Notifications
