કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધી ભર્યું નામાંકન

Written By:
Subscribe to Oneindia News

આખરે તે ઘડી આવી જ ગઇ જેની સોનિયા ગાંધી અને કોંગ્રેસને લાંબા સમયથી રાહ હતી. આજે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ નામાંકન ભર્યું હતું. આ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને રાહુલ, સોનિયા અને મનમોહનની સાથે ઘરેથી નામાંકન ભરવા માટે નીકળ્યા હતા. પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રના જણાવ્યા મુજબ અન્ય કોઇ પણ ઉમેદવારે હજી સુધી આ પક્ષ માટે અરજી નથી દાખલ કરી. અને ચૂંટણીમાં રાહુલ ગાંધી જ એક માત્ર ઉમેદવાર છે.

RahulGandhi

જે જોતા કોંગ્રેસ અધ્યક્ષ તરીકેના તમામ દ્વારા હાલ રાહુલ માટે ખુલ્લા છે તે વાત સ્પષ્ટ છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીએ 20 વર્ષ સુધી આ પદ સંભાળ્યું છે. અને હવે આવનારા સમયમાં આ પદ રાહુલ ગાંધી સંભાળશે તેમ મનાઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે નામાંકન પછી અધ્યક્ષ પક્ષ માટે 19 ડિસેમ્બરે કાઉન્ટિંગ થશે અને આજ દિવસે નક્કી થશે કે કોણ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનશે. જો કે સંપૂર્ણ પણે 100 ટકા શક્યતા તેવી જ રહેલી છે કે રાહુલ ગાંધી જ બહુ જલ્દી આ માટે દાવેદાર બનશે. નોંધનીય છે કે 18 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ આવશે અને તે પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીની તાજપોશી થવાની સંભાવના છે. જો કે ગુજરાતના પરિણામો જે પણ આવે રાહુલનું અધ્યક્ષ બનવું તો પાક્કું જ છે.

English summary
A host of party heavyweights will be present when Congress vice president Rahul Gandhi files his nomination for the party chiefs post at its headquarters on Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.