For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 400થી વધુ દુકાનો સળગીને ખાખ

પુણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં લાગી ભીષણ આગ, 400થી વધુ દુકાનો સળગીને ખાખ

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના કેમ્પ વિસ્તારમાં એમજી રોડ સ્થિત ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ લાગી ગઈ. અચાનક આગ લાગવાના કારણે 400થી વધુ દુકાનો સળગીને ખાખ થઈ ગઈ છે. પુણેના ફેશન સ્ટ્રીટ એક એવો માર્કેટ છે, જ્યાં લગભગ 500થી વધુ દુકાનો છે. આ બધી દુકાનો એકબીજાને નજીક હતી. જો કે ઘટનામાં અત્યાર સુધી કોઈપણ પ્રકારના જીવહાનીના અહેવાલ નથી. સૂચના મળવા પર ફાયર વિભાગે 11 ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે મોકલી. ઘણી જહેમત બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો. આ દરમ્યાન સમગ્ર વિસ્તારમાં વિજળી પણ કપાઈ ગઈ હતી. ઘટના શુક્રવારની મોડી રાતની લગભગ 11 વાગ્યાની છે. કેટલાય નિવાસીઓએ કેમ્પ વિસ્તારના કેટલાક ભાગોમાં લાઈટ ચાલી ગઈ હોવાની સૂચના આપી છે.

fire

પુણે કૈંટોનમેન્ટ બોર્ડના સીઈઓ અમિત કુપમારે કહ્યું કે અચાનક આગ લાગવાથી આખી ફેશન સ્ટ્રીટ સળગીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાના કારણનો હજી પતો નથી લાગી શક્યો. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે શિવાજી માર્કેટની ઘટના બાદ થઈ. ફેશન સ્ટ્રીટ પર અગ્નિ સુરક્ષાનો મુદ્દો પ્રશાસન સમક્ષ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે ફેશન સ્ટ્રીટ માર્કેટ સુધી જનાર રસ્તાને પણ ભીડને કારણે ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ખુબ મુશ્કેલી થઈ. આ સમયે કોઈ ઘાયલ અથવા મૃત્યુ પામ્યા હોવાના કોઈ રિપોર્ટ નથી મળ્યા. વધુ માહિતીનો ઈંતેજાર છે.

English summary
A huge fire broke out in Pune's Fashion Street Market, more than 400 shops burned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X