For Quick Alerts
For Daily Alerts

કાનપુરની કાર્ડિયોલૉજી હોસ્પિટલની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કાર્ડિયોલોજી હોસ્પિટલની બિલ્ડિંગમાં રવિવારે સવારે ભીષણ આગ ફાટી નિકળી. આ આગ કાર્ડિયોલોજી હોસ્પિટલના ફર્સ્ટ ફ્લોર પર લાગી છે. હોસ્પિટલમાં આગ લાગવાથી હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં આગ લાગવાની સૂચના પર ફાયર ફાઈટરની કેટલીય ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલમાં હજી પણ 50 લોકો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આગ લાગવાને કારણે કેટલાય દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે, સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને તાત્કાલીક ધોરણે હોસ્પિટલેથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જો કે કોઈપણ પ્રકારના જાનહાનીના હજી સુધી એહવાલ મળ્યા નથી. વધુ અપડેટ માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
સેક્સ સીડી કેસમાં રમેશ જારકીહોલીનો પ્રહાર, બોલ્યા- 'નપુંસક છે ડીકે કુમાર'
Comments
English summary
A huge fire broke out in the building of Cardiology Hospital in Kanpur
Story first published: Sunday, March 28, 2021, 9:48 [IST]