લવ સ્ટોરી બની ક્રાઇમ સ્ટોરી, પ્રેમીએ મિત્રો સાથે મળીને આ રીતે કરી પ્રેમીકાની હત્યા
કંચન શર્મા અને રોહિત ત્રણ મહિના પહેલા એક કરિયાણાની દુકાનમાં મળ્યા હતા. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને તે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી.
Crime News : કંચન શર્મા અને રોહિત ત્રણ મહિના પહેલા એક કરિયાણાની દુકાનમાં મળ્યા હતા. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને તે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. કંચને પણ રોહિત સાથે જીવવાની અને મરવાની કસમો ખધી હતી, પરંતુ કંચને રોહિત સાથે લગ્ન કરવાની વાત કરતા જ તે અચકાવા લાગ્યો હતો. આ પછી કંચન રોહિત પર લગ્ન માટે દબાણ કરવા લાગી હતી. જ્યારે કંચને વધુ આગ્રહ કર્યો, ત્યારે રોહિતે તેને હંમેશા માટે દૂર કરવાનું કાવતરું ઘડ્યું અને પછી એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ કરી રહી છે કંચનના મૃતદેહની શોધખોળ
22 વર્ષીય કંચન શર્માને પણ કદાચ ખ્યાલ આવી ગયો હતો કે, તે જે યુવક સાથે તેના પ્રેમી તરીકે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી, તે જ તેના જીવનનો દુશ્મનબની જશે.
રોહિતે કંચનને લગ્નના બહાને બોલાવી અને તેને પોતાની સાથે કારમાં બેસાડી હંમેશા માટે સુવડાવી દીધી હતી.
તેણે તેના ત્રણ મિત્રો સાથે મળીને તેનીપ્રેમિકાની હત્યા કરી લાશને ગંગામાં ફેંકી દીધી હતી. પોલીસે રોહિત સહિત તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી છે.
રોહિતે જણાવેલી જગ્યાએ છેલ્લા ત્રણ દિવસથી પોલીસકંચનનો મૃતદેહ શોધી રહી છે, પરંતુ હજૂ સુધી લાશ મળી શકી નથી.

કંચન BAની વિદ્યાર્થિની હતી
22 વર્ષની કંચન શર્મા BAની વિદ્યાર્થીની હતી અને મેરઠના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સૈફપુર કરમચંદપુર વિસ્તારમાં રહેતી હતી. કંચન કોમ્પ્યુટર કોચિંગમાટે રોજ હસ્તિનાપુર શહેરમાં આવતી હતી.
અહીં કંચન ઘણીવાર આ જ કરિયાણાની દુકાનમાંથી સામાન ખરીદતી હતી. તે દુકાન રોહિતની છે, જ્યાં ત્રણ મહિના પહેલાબંને મળ્યા હતા.
જે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતે કંચનને 25 હજાર રૂપિયાની શોપિંગ પણ કરાવી હતી.
કંચનરોહિતને પ્રેમ કરતી હતી, પરંતુ રોહિત તેની સાથે છેતરપિંડી કરતો હતો.

રોહિતે લગ્નની વાત કરતાં જ રોહિતે કરી પીછેહઠ
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે કંચને રોહિતને લગ્ન કરવાનું કહ્યું, તો તે આનાકાની કરવા લાગ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કંચને 6 ડિસેમ્બર,મંગળવારના રોજ રોહિતને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, 'હું આવું છું, મારે લગ્ન કરવા પડશે'. મંગળવારની સાંજે તે રોહિત પાસે પહોંચી હતી.
રોહિત તેને કારમાંબેસાડવાના બહાને જંગલમાં લઈ ગયો, જ્યાં તેના મિત્રો પહેલાથી જ હાજર હતા. અહીં રોહિતે કંચનનું ગળું દબાવ્યું હતું.

રોહિતે તેના મિત્રો સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું
પોલીસે કરિયાણાના દુકાનદાર રોહિત અને તેના બે મિત્રો સૌરભ અને રાહુલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ હત્યા કર્યાની કબૂલાત કરીહતી.
જો કે, પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરતા રહ્યા હતા. ક્યારેક તેઓ મૃતદેહને સળગાવવાની તો ક્યારેક ખેતરમાં દાટી દેવાની વાતકરતા હતા, પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતાં ત્રણેયએ હત્યાનું આખું રહસ્ય ખોલ્યું હતું.
જે પછી પોલીસ અને પીએસીની ટીમે ભીમકુંડ ગંગા નદીમાં લાશની શોધ કરી.ગોતાખોરો આખો દિવસ કામે લાગ્યા હતા, પરંતુ લાશ મળી ન હતી.

યુવતી કોચિંગનું કહીને ઘરની બહાર નીકળી હતી
કંચન શર્મા (22) પુત્રી હરિશંકર શર્મા 6 ડિસેમ્બરના રોજ ઘરેથી કોચિંગ માટે નીકળી હતી, પરંતુ ન તો તે કોચિંગમાં ગઈ હતી કે, ન તો સાંજ સુધી ઘરે પરત આવીહતી.
જે બાદ પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારને રોહિત વિશે માહિતી મળી હતી.
જે બાદ કંચનના સંબંધીઓની ફરિયાદ પર પોલીસેબુધવારના રોજ હસ્તિનાપુર શહેરમાં રહેતા રોહિત અને તેના બે મિત્રો સૌરભ અને રાહુલની ધરપકડ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
