For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના ખાતામાં મોટી ઉપલબ્ધિ, 100 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો!

જમ્મુ અને કાશ્મીર સરકારે ગુરુવારે કહ્યું કે, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને 20 જિલ્લાઓમાં COVID-19 રસીકરણનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. આ સિદ્ધિ મુશ્કેલ પ્રદેશોમાં પ્રાપ્ત થઈ છે અને એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 14 ઓક્ટોબર : જમ્મુ અને કાશ્મીર સરકારે ગુરુવારે કહ્યું કે, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને 20 જિલ્લાઓમાં COVID-19 રસીકરણનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. આ સિદ્ધિ મુશ્કેલ પ્રદેશોમાં પ્રાપ્ત થઈ છે અને એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. એક આરોગ્ય કર્મચારી રઝિયાએ કહ્યું કે, તેણે છેલ્લા પાંચ મહિનાથી એક પણ દિવસની રજા લીધી નથી અને તેને 30,000 લોકોને રસી આપી છે. તેને કહ્યું કે, અમારા સબ સેન્ટર દ્વારા બે લાખ રસી આપવામાં આવી હતી અને મેં છેલ્લા પાંચ મહિનામાં વ્યક્તિગત રૂપે 30,000 રસી આપી છે.

vaccination

સરકારે આજે સવારે 11 વાગ્યે શ્રીનગરના આરોગ્ય કેન્દ્રમાં 100% રસીકરણની જાહેરાત કરી હતી. અધિકારીઓએ રહ્યું કે તેઓએ 15 ઓક્ટોબર પહેલા પુરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા પ્રમાણપત્રો અને રસીકરણ કરનારાઓના સન્માન સાથે 100 ટકા પ્રથમ ડોઝ માર્કની ઉજવણી કરવામાં આવી હતી.

J&K આરોગ્ય અને તબીબી શિક્ષણના અધિક મુખ્ય સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, રસીકરણ કરનારાઓએ દુર્ગમ વિસ્તારોમાં જઈને દિવસ -રાત કામ કરીને અને લોકોને પ્રેરિત કરીને જબરદસ્ત કામ કર્યું છે. આ એક પડકાર હતો. બે મહિના પહેલા પણ ઉદાહરણ તરીકે શ્રીનગરમાં અમે રોજ માત્ર 4,000 રસી આપત હતા. સપ્ટેમ્બરમાં આ આંકડો વધીને એક દિવસમાં 16,000 થયો.,

દૂર્ગમ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન શરૂ કરવા માટે કાશ્મીર દેશનું પ્રથમ સ્થાન હતું. ખરાબ હવામાન અને અઘરી સુરક્ષા સ્થિતિ અને ઈન્ટરનેટ બંધ હોવા છતાં રસીકરણ કરનારા કર્મચારીઓએ 100 ટકા રસીકરણ માટે પર્વતો અને જંગલ વિસ્તારની મુલાકાત કરી 1.4 કરોડ ડોઝ આપ્યા હતા. કાશ્મીરમાં જ્યારે પણ ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ ત્યારે રસીકરણ કરનારી ટીમનો સૌથા મોટો પડકાર ઓનલાઈન રેકોર્ડ અપડેટ કરવાનો હતો.

English summary
A major achievement in the account of Jammu and Kashmir, 100 per cent people got the first dose of vaccine!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X