For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન ઉત્પીડનના આરોપી મેજર જનરલ સસ્પેન્ડ, પેન્શન પણ નહિ મળે

યૌન ઉત્પીડનના આરોપી મેજર જનરલ સસ્પેન્ડ, પેન્શન પણ નહિ મળે

|
Google Oneindia Gujarati News

પૂર્વોત્તરના આસામ રાઈફલ્સમાં સેનાના એક મેજર જનરલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમનું પેન્શન પણ રોકી દેવામાં આવ્યું છે. સેનાના આ અધિકારી પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. સેના સાથે સંકળાયેલા કોઈ શખ્સ સાથે આવા પ્રકારના કોઈ આરોપો લાગે છે ત્યારે ભારતીય સેના આવા મામલાઓને અતિ ગંભીરતાથી લેતી હોય છે જેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

major general

સેનાના અધિકારીઓએ ન્યૂજ એજન્સી ANIને જણાવ્યું કે સેના પ્રમુખ બિપિન રાવતે અધિકારીને આપેલ સજાની પુષ્ટી કરી છે. ચીફ ઑફ આર્મી સ્ટાફના નિર્ણયને અંબાલામાં 2 કૉર્પ્સ કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ એમજએસ કહલો દ્વારા મેજર જનરલને સૂચિત કરવામાં આવ્યા છે.

શું છે મામલો?

આ મામલે વર્ષ 2015નો નાગાલેન્ડનો છે, જ્યાં સેનાની પશ્ચિમી કમાન અંતર્ગત મેજર જનરલ ચંડી મંદિર સાથે જોડાયેલ હતા. એક યુવા કેપ્ટને મેજર નજરલ પર મોડી રાત્રે બોલાવી પોતાના પર દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ લાગ્યા બાદ મેજર જનરલનો રેંક અને પેન્શન છીનવી લેવામાં આવ્યા છે. સેના પ્રમુખ બિપિન રાવતે આરએસ જસવાલ વિરુદ્ધ કોર્ટ માર્શનલની કાર્યવાહીની પુષ્ટી પણ કરી હતી. જો કે આરોપી અધિકારીએ કેપ્ટન રેન્કની અધિકારી દ્વારા લગાવવામાં આવેલ આરોપોને ફગાવી દીધા.

<strong>એક તૃતીયાંશ લોકોનો ઓફિસમાં હોય છે અફેર, આ કારણે તેને રાખે છે સિક્રેટઃ સર્વે</strong>એક તૃતીયાંશ લોકોનો ઓફિસમાં હોય છે અફેર, આ કારણે તેને રાખે છે સિક્રેટઃ સર્વે

English summary
A major general in the Assam Rifles in the northeast was dismissed and his pension was cancelled after he was charged of sexual harassment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X