For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પઠાણકોટના બામિયાલમાં પાકિસ્તાની ડ્રોન દેખાયુ, સેનાએ ફાયરિંગ કરી ભગાડ્યુ.

પાકિસ્તાન સરહદ પર તેની ગંદી હરકતો બંધ નથી કરી રહ્યું. ક્યારેક ફાયરીંગ તો ક્યારેક ડ્રોન મોકલીને ટેન્શન વધારવાનું કામ કરતું રહે છે. હવ સરહદ પર ફરી એક શકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પઠાણકોટ : પાકિસ્તાન સરહદ પર તેની ગંદી હરકતો બંધ નથી કરી રહ્યું. ક્યારેક ફાયરીંગ તો ક્યારેક ડ્રોન મોકલીને ટેન્શન વધારવાનું કામ કરતું રહે છે. હવ સરહદ પર ફરી એક શકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયુ છે.

Pakistani drone

મળતી વિગતો અનુસાર, BSF જવાનોએ પંજાબના પઠાણકોટમાં બમિયાલ સેક્ટરમાં બોર્ડર પાસે એક ડ્રોન ફરતું દેખાયુ હતું. ડ્રોન દેખાતા જવાનોએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. ફાયરિંગ થતા જ ડ્રોન પાકિસ્તાન તરફ પાછુ જતું રહ્યું હતુ.

પઠાણકોટ ડીએસપીના જણાવ્યા અનુસાર, બામિયાલ વિસ્તારમાં ભારત-પાક સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એલર્ટ બીએસએફના જવાનોએ તે ડ્રોન પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ ડ્રોન એ વિસ્તારમાંથી હટી ગયું હતું.

પાકિસ્તાની ડ્રોન દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા 9 નવેમ્બરે ફિરોઝપુરની જગદીશ ચોકી પાસે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યુ હતુ. આ પછી બીએસએફએ ડ્રોન પર ફાયરિંગ કરી ઉલ્લુ બોમ્બ ફેંક્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરમાં પડેલું એક મોટું ડ્રોન મળી આવ્યું હતું.

આ સિવાય ગયા મહિને BSF જવાનોએ અમૃતસર નજીક અજનલામાં એક પાકિસ્તાની ડ્રોન પકડ્યું હતું. અહીં ભારત-પાકિસ્તાનની સરહદ આવેલી છે. બીએસએફ જવાનોએ મોડી રાત્રે રામદાસના બીઓપી શાહપુરમાં ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. ડ્રોનનો અવાજ સાંભળીને જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું, જેના કારણે આ ડ્રોન જમીન પર પડ્યુ હતું. આ ડ્રોનમાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું ન હતું.

English summary
A Pakistani drone was spotted in Pathankot's Bamial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X