For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મી ઓફિસરની એક થપ્પડમાં મસૂદ અઝહર ખોલવા લાગ્યો પાકિસ્તાનના રાઝ

ડીઆઈજી મોહાનાને યાદ છે કે કેવી રીતે પૂછપરછ દરમિયાન એક આર્મી ઓફિસરે મસૂદ અઝહરને એક થપ્પડ મારી તો તેણે ડરના માર્યા એક પળમાં બધી માહિતી બોલવા માંડી હતી.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર આજે ભારત માટે ગળાના હાડકા સમાન બની ગયો છે. એક સમય એવો હતો જ્યારે આ આતંકીને હેન્ડલ કરવો સેના અને પોલિસ માટે બહુ સરળ હતુ. 90ના દશકમાં મસૂદ અઝહરની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એક પૂર્વ પોલિસ અધિકારીની માનીએ તો ધરપકડ દરમિયાન જ્યારે એક ભારતીય આર્મી અધિકારીએ અઝહરને એક થપ્પડ મારી તો તે આખો ધ્રુજી ઉઠ્યો હતો. મસૂદ અઝહર 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ફરીથી સમાચારોમાં છે. સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા છે.

એક થપ્પડમાં સત્ય બહાર

એક થપ્પડમાં સત્ય બહાર

સિક્કિમ પોલિસના પૂર્વ ડીઆઈજી રહેલા અવિનાશ મોહાનાને ઘણી વાર મસૂદ અઝહરનો સામનો થયો. તેમણે વર્ષ 1994માં આ ખતરનાક આતંકીની ધરપકડ કરી હતી. ડીઆઈજી મોહાનાને યાદ છે કે કેવી રીતે પૂછપરછ દરમિયાન એક આર્મી ઓફિસરે મસૂદ અઝહરને એક થપ્પડ મારી તો તેણે ડરના માર્યા એક પળમાં બધી માહિતી બોલવા માંડી હતી. આ થપ્પડ બાદ અઝહરે પોતાની ગતિવિધિઓ સાથે જોડાયેલી એક- એક માહિતી આપી હતી. ફેબ્રુઆરી 1994માં અઝહરને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાંથઈ પકડવામાં આવ્યો હતો. પોર્ટુગલ પાસપોર્ટના દમ પર અઝહર બાંગ્લાદેશના રસ્તે ભારતમાં પ્રવેશ્યો હતો.

થપ્પડે કર્યુ કામ સરળ

થપ્પડે કર્યુ કામ સરળ

અઝહર જે સમયે કસ્ટડીમાં હતો તે સમયે ઈન્ટેલીજન્સીઓને તેની પાસેથી માહિતી કઢાવવા માટે વધારે મહેનત કરવી પડી નહોતી. એક થપ્પડે એજન્સીઓનું કામ સરળ કરી દીધુ હતુ. આ થપ્પડ બાદ અઝહરે પાકિસ્તાનમાં આતંકી સંગઠનોનું કામ કરવાની રીતો વિશે ઉંડાણથી જાણકારી આપી હતી. મોહાના ઘણી વાર અઝહરની પૂછપરછ કરી ચૂક્યા છે અને તેમને ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી) સાથે બે દશક સુધી કામ કરવાનો સારો એવો અનુભવ છે. મોહાના વર્ષ 1985ની બેચના આઈપીએસ ઓફિસર છે અને અઝહરની ધરપકડ સમયે તે આઈબીની કાશ્મીર ડેસ્કની જવાબદારી સંભાળી રહ્યા હતા.

મહત્વની હતી અઝહરે આપેલી માહિતી

મહત્વની હતી અઝહરે આપેલી માહિતી

મસૂદ અઝહરને વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814ની હાઈજેકિંગ બાદ છોડવામાં આવ્યો હતો. પોતાની મુક્તિ બાદ અઝહરે ભારતમાં ઘણી આતંકી હુમલાઓને અંજામ આપ્યો જેમાં સંસદમાં થયેલા આતંકી હુમલા સહિત પઠાણકોટ સ્થિત ઈન્ડિયન એરફોર્સના બેઝ અને જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ્સ થયેલા આતંકી હુમલા શામેલ છે. કસ્ટડી દરમિયાન અઝહરે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કેવી રીતે થાય છે તેના વિશે જણાવ્યુ હતુ. મોહના મુજબ અઝહરે આપેલી દરેક માહિતી એટલા માટે પણ મહત્વની હતી કારણકે ભારતમાં એજન્સીઓને આઈએસઆઈ તરફથી કરાતી પ્રોક્સી વૉરની રણનીતિ સમજમાં નહોતી આવી રહી.

અઝહર કેમ આવ્યો હતો કાશ્મીર

અઝહર કેમ આવ્યો હતો કાશ્મીર

મોહનાએ જણાવ્યુ કે ઘણી વાર એવા મોકા હતા જ્યારે તેમણે અઝહર સાથે કોટ બાલવાલ જેલમાં મુલાકાત કરી અને કલાકો સુધી તેમની પૂછપરછ કરી હતી. તેમની માનીએ તો અઝહર પણ પ્રકારની આકરી રીત નહોતી અપનાવવી પડી કારણકે એક થપ્પડ બાદ તે સરળતાથી બધી માહિતી આપતો ગયો. અઝહર હાલમાં 50 વર્ષનો છે. મસૂદ અઝહરે ભારતીય એજન્સીઓને ઘણી વાર મહત્વની માહિતી આપી હતી. તેની આપેલી માહિતીમાં તેણે જણાવ્યુ હતુ કે કેવી રીતે અફઘાનિસ્તાનના આતંકીઓ કાશ્મીર ઘાટીમાં પહોંચાડવામાં આવે છે. તેણે એ પણ જણાવ્યુ હતુ કે કેવી રીતે હરકત ઉલ મુજાહિદ્દીન (હમ) અને હરકત ઉલ જેહાદ (હૂજી) આતંકી સંગઠનોએ પરસ્પર હાથ મિલાવી લીધા અને પછી આ સંગઠન હરકત ઉલ અંસારમાં ફેરવાઈ ગયુ હતુ. હમ અને હૂજી સાથે મીટિંગ કરીને એક સમાન નીતિ અપનાવવા પર વાતચીત કરી હતી.

‘આઈએસઆઈ મને પાક લઈને રહેશે'

‘આઈએસઆઈ મને પાક લઈને રહેશે'

અઝહરે જણાવ્યુ હતુ, ‘હું પોર્ટુગલ પાસપોર્ટના આધારે અહીં એ સુનિશ્ચિત કરવા આવ્યો હતો કે હમ અને હૂજી એકસાથે કાશ્મીર ઘાટીમાં કામ કરીએ. મારા માટે એલઓસી પાર કરીને કાશ્મીર આવવુ ઘણુ મુશ્કેલ હતુ.' મોહાનાને યાદ છે કે અઝહર ઘણો આખાબોલો હતો. તે ઘણીવાર એ કહેતો હતો કે પોલિસ તેને વધુ સમય સુધી કસ્ટડીમાં નહિ રાખી શકે કારણકે તે પાકિસ્તાન અને આઈએસઆઈ માટે ઘણો ખાસ છે. અઝહર પોલિસને કહેતો, ‘તમને મારી લોકપ્રિયતા વિશે ખબર નથી. આઈએસઆઈ મને પાકિસ્તાન પાછુ લાવીને રહેશે.'

ડેનિયલ પર્લનો હત્યારો અઝહર

ડેનિયલ પર્લનો હત્યારો અઝહર

અઝહરની ધરપકડના 10 મહિના બાદ ફેબ્રુઆરી 1994માં દિલ્લીમાં અમુક વિદેશી પર્યટકોનું અપહરણ કરી લીધુ હતુ. અપહરણકર્તાઓએ તે સમયે તેની મુક્તિની માંગ કરી હતી. પ્લાન અસફળ રહ્યો અને પછી હાઈજેકિંગને અંજામ કરી દીધો. પાકિસ્તાનમાં વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટર ડેનિયલ પર્લનું માથુ કાપીને તેની હત્યામાં અઝહરનો જ હાથ હતો. મોહાનાને યાદ છે કે જે સમયે હાઈજેકિંગને અંજામ આપવામાં આવ્યો હતો તે સમયે તે પોતાની નવી પોસ્ટિંગ પર હતા અને અહીં તેમને 31 ડિસેમ્બર 1999ના રોજ અઝહરની મુક્તિ વિશે જાણવા મળ્યુ હતુ.

આ પણ વાંચોઃ શિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાનઆ પણ વાંચોઃ શિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાન

English summary
A Slap from Indian Army officer had shaken Jaish-e-Mohammed Commandar Maulana Masood Azhar, former director general of Sikkim Police told.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X