રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 67 સાંસદોને સસ્પેન્ડ કરાયા, કોંગ્રેસ સહિતના તમામ મોટા સાંસદોના લિસ્ટમાં નામ
રાજ્યસભા અને લોકસભામાં હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસના ઘણા મોટા સાંસદો સહિત કુલ 67 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા, ટીએમસીના સુખેન્દુ શેખર અને શાંતનુ સેન, આરજેડીના મનોજ કુમાર ઝાને આજે બાકીના સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Winter Session | A total of 34 Opposition MPs, including Congress' Jairam Ramesh, K.C. Venugopal and Randeep Singh Surjewala; TMC's 1. Sukhendu Sekhar Ray and Santanu Sen; RJD's Manoj Kumar Jha, suspended from the Rajya Sabha today for the remainder of the Session. pic.twitter.com/fWraxpGwGN
— ANI (@ANI) December 18, 2023
કોંગ્રેસના સાંસદ રંજીત રંજને શિયાળુ સત્રના બાકીના સમય માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ઈચ્છે છે કે ગૃહ વિપક્ષ વગર ચાલે. તે ઈચ્છે છે કે કોઈ વિપક્ષી સાંસદ પ્રશ્નો પૂછવા અને તેમની ભૂલો દર્શાવવા હાજર ન રહે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હિટલરની જેમ સરકાર ચલાવવાનો છે.












Click it and Unblock the Notifications
