For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘તાજમહેલ-લાલકિલ્લો ના હોત તો શું ગોબર બતાવતા': બાળકે લગાવ્યા નારા Video વાયરલ

કન્હૈયા કુમારની બંધારણ બચાવો રેલીમાં એક બાળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળક કન્હૈયા કુમારની જેમ આઝાદીના નારા લગાવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

કન્હૈયા કુમાર હંમેશાથી મોદી વિરોધી રહ્યા છે અને હવે તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની પણ મંજૂરી મળી ગઈ છે. દિલ્લી સરકારે દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલને કન્હૈયા કુમાર પર દેશદ્રોહને કેસ ચલાવવાની સ્વીકૃતિ આપી દીધી. દિલ્લી સરકાર તરફથી દેશદ્રોહ કેસની સ્વીકૃતિ મળતા જ કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધી ગઈ છે. વળી, કન્હૈયા કુમારની બંધારણ બચાવો રેલીમાં એક બાળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળક કન્હૈયા કુમારની જેમ આઝાદીના નારા લગાવી રહ્યો છે. પીએમ મોદીના વિરોધમાં બોલી રહ્યો છે. નાના બાળકની સ્ટાઈલ સંપૂર્ણપણે કન્હૈયા કુમારને મળતી આવે છે.

kanhaiya rally

બાળક ખૂબ આત્મવિશ્વાસ સાથે મંચ પરથી હજારોની ભીડ સામે ભાષણ આપે છે અને આઝાદીના નારા લગાવડાવે છે. વીડિયો 27 ફેબ્રુઆરીનો બિહારની રાજધાની પટનામાં થયેલી કન્હૈયા કુમારની બંધારણ બચાવો રેલીનો છે જેમાં કન્હૈયાના મંચ પર આ બાળક પણ હાજર હતો. આંખો પર ચશ્મા લગાવેલ આ બાળકે જે રીતે ભાષણ આપ્યુ અને આઝાદીના નારા લગાવ્યા તેને જોઈને લોકોએ બહુ તાળીઓ વગાડી. બાળકે પીએમ મોદી પર કટાક્ષ કરીને કહ્યુ કે જો ભારતમાં તાજમહેલ અને લાલકિલ્લો ના હોત તો અમેરિકી રાષ્ટ્રપતિને શું બતાવતા ગોબર? બાળકે આખી કવિતા વાંચી અને આઝાદી-આઝાદીના નારા કન્હૈયા કુમારની સ્ટાઈલમાં લગાવડાવ્યા. વળી, તેણે ભીડને ઈંકલાબ ઝિંદાબાદના નારા પણ લગાવડાવ્યા. બાળકના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે દેશ વિરોધી નારા લગાવવા અને નફરત ભડકાવવાના આરોપી જેએનયુના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર દેશદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી છેવટે આપી દીધી છે. આ ફાઈલ દિલ્લી સરકારના ગૃહવિભાગ પાસે લગભગ એક વર્ષથી પડી હતી. ભાજપ લાંબા સમયથી આમ આદમી પાર્ટી પર ટુકડે-ટુકડે ગેંગને બચાવવાનો આરોપ લગાવી રહી હતી પરંતુ હવે દિલ્લી સરકારે કન્હૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચોઃ મેઘાલયમાં CAA, ઈનર લાઈન પરમિટ પર હોબાળો, 1નુ મોત, કર્ફ્યુ, નેટ બંધઆ પણ વાંચોઃ મેઘાલયમાં CAA, ઈનર લાઈન પરમિટ પર હોબાળો, 1નુ મોત, કર્ફ્યુ, નેટ બંધ

English summary
A video has gone viral where a young boy raising azaadi and anti-Modi slogans at a rally of Kanhaiya Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X