For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા નેતા સતીશ શર્મા પર મહિલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

લખનવમાં યુવતીએ પ્રેસ આયોજન કરીને બીજેપી નેતા પર છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ બાંગરમાઉં વિધાનસભા ક્ષેત્રથી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર પર લાગેલા ગેંગરેપ આરોપ અને પીડિતાના પિતાની હત્યાનો મામલો હજુ શાંત નથી થયો કે લખનવમાં યુવતીએ પ્રેસ આયોજન કરીને બીજેપી નેતા પર છેલ્લા ત્રણ વર્ષથી શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

હાઇકોર્ટ વકીલ ભાજપા નેતા પર આરોપ

હાઇકોર્ટ વકીલ ભાજપા નેતા પર આરોપ

આખો મામલો બીજેપી નેતા અને હાઇકોર્ટ વકીલ સતીશ શર્મા સાથે જોડાયેલો છે. પીડિતાના જણાવ્યા અનુસાર તે હાઇકોર્ટમાં સતીશ શર્મા ની જુનિયર હતી અને તેમની સાથે જ કામ કરતી હતી. લગભગ 3 વર્ષ પહેલા સતીશ શર્માએ પીડિતાનો પ્રાઇવેટ વીડિયો બનાવી લીધો હતો. ત્યારપછી તે સતત તેનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો હતો.

મીડિયાકર્મીઓ સામે વાળ કાપ્યા

મીડિયાકર્મીઓ સામે વાળ કાપ્યા

આરોપ એવો પણ છે કે તે પીડિતાને ધમકીઓ આપતો હતો કે તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી તો તેના આખા પરિવારને ખોટા કેસમાં ફસાવી દેશે. પ્રેસ સામે પીડિતા ખુબ જ ભાવુક થઇ ગયી અને તેને પોતાના જ વાળ કાપવાનું શરુ કરી દીધું. ત્યારપછી મીડિયાકર્મીઓ ઘ્વારા તેને શાંત કરવામાં આવી.

સતીશ શર્મા પર મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા

સતીશ શર્મા પર મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા

પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા નેતા છેલ્લા ત્રણ વર્ષથી તેનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો છે. તેમ છતાં પણ પીડિતા ન્યાય માટે પોલીસ સ્ટેશન ભટકી રહી છે પરંતુ તેનું કોઈ સાંભળી નથી રહ્યું. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી સતીશ શર્માના દબાવમાં આખું પ્રશાશન ચૂપ છે.

પીડિતાના જણાવ્યા અનુસાર સતીશ શર્મા તેના પરિવારને ધમકાવી રહ્યો છે. તે કેસ પાછો લેવા માટે પણ દબાણ કરી રહ્યો છે. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો આરોપી બીજેપી નેતાની ધરપકડ નહીં કરવામાં આવે તો તે ન્યાયાલયમાં આત્મહત્યા કરી લેશે. પીડિતા ઘ્વારા પોતાની જીવને જોખમ હોવાનું જણાવી સુરક્ષા માટે અરજી કરી છે.

English summary
A woman alleged physical exploitation bjp leader lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X