બેંગલોરમાં વધુ મહિલા સાથે દરિંદગી, ચાલતી કારમાં રાતભર બળાત્કાર કરીને ઘર બહાર ફેંકી

Rape

નવી દિલ્હી : ભારતમાં મહિલાઓ સાથે દરિંદગી અટકવાનું નામ નથી લઈ રહી છે. હજુ હમણા જ યુવતીને કાર સાથે ઘસડી હોવાની ઘટનાના દાગ ભુંસાયા નથી ત્યાં બેંગ્લોરમાં વધુ એક દરિંદગી સામે આવી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, 4 નરાધમોએ એક મહિલાને કારમાં ઘસડી લઈને રાતભર બળાત્કાર ગુજાર્યો અને સવારે મહિલાના ઘર બહાર ફેંકીને ફરાર થઈ ગયા.

આ મુદ્દે પોલીસે આપેલી માહિતી અનુસાર, ચાર લોકોએ કારમાં મહિલાનું અપહરણ કર્યુ અને બળાત્કાર ગુજાર્યો. પોલીસ અનુસાર, ઘટના 25 માર્ચે રાત્રે 10 વાગ્યા આસપાસની છે. પહેલા આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું અને પછી ચાલતા વાહનમાં ગેંગરેપ કર્યો. આરોપીઓએ મહિલાને બળજબરીથી કારમાં બેસાડી અને ફરાર થઈ ગયા. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મળી રહેલી વિગતો અનુસાર, આ ઘટના બની ત્યારે મહિલા કોરમંગલા સ્થિત નેશનલ ગેમ્સ વિલેજ પાર્કમાં બેઠી હતી. અહીંથી આરોપીઓએ તેને બળજબરીથી કારમાં બેસાડી અને ફરાર થઈ ગયા. આ પછી તમામ નરાધમોએ ચાલતી કારમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો.

નરાધમો બળાત્કાર ગુજારીને પણ અટક્યા નહીં અને મહિલાને ધમકી આપી કે જો તે આ વિશે કોઈને કહેશે તો પરિણામ સારું નહીં આવે. ત્યારબાદ મહિલાને તેના ઘર પાસે ફેંકીને ફરાર થઈ ગયા. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની ફરીયાદના આધારે કામગીરી શરૂ કરીને તમામ નરાધમોને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X