For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાનું વચન પાળ્યું, લાખો પરિવારને મળી રહી છે મફત વીજળી

આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાનું વચન પાળ્યું, લાખો પરિવારને મળી રહી છે મફત વીજળી

By Desk
|
Google Oneindia Gujarati News

મોંઘવારી આજે માત્ર કોઈ એક રાજ્ય માટે નહિં બલકે સમગ્ર દેશ માટે મોટી સમસ્યા બની છે. વધતી જતી મોંઘવારીમાં દરેક મહિને પાણીના બિલ, વીજળીના બિલ ચૂકવવાં નાગરિકો માટે સહેલું નથી. માટે પંજાબ રાજ્ય સરકારે પોતાના રાજ્યના નાગરિકો માટે મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. જેથી દરેક મહિને સામાન્ય નાગરિકોને વીજળીના બિલથી મુક્તિ મળે.

bhagwant mann

પંજાબના નાગરિકોને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં એક વચન આપ્યું હતું કે જો રાજ્યમાં અમારી સરકાર બનશે તો અમે દરેક ઘરદીઠ 300 યૂનિટ વીજળી મફત આપશું. તેમના આ વચનને પૂર્ણ કરતાં આમ આદમી સરકારે પંજાબમાં ફ્રી વીજળી યોજના 2022નો શુભારંભ કર્યો છે.

પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં વીજળી વ્યવસ્થાને સારી બનાવવા અને સામાન્ય નાગરિકોને વીજળી બિલથી છૂટકારો મળે તે હેતુથી પંજાબ ફ્રી વીજળી યોજનાની શરૂઆત કરી છે.

અરવિંદ કેજરીવાલનું વચન પૂરું કરતાં આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર બનતાં જ મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં 300 યૂનિટ ફ્રી વીજળી યોજનાની શરૂઆત કરી દીધી છે. આ યોજના અંતર્ગત સરકાર રાજ્યના દરેક ઘરને 300 યૂનિટ વીજળી મફતમાં આપી રહી છે. જણાવી દઈએ કે દિલ્હીમાં પણ ત્યાંના નાગરિકો માટે 300 યૂનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે. તેવી રીતે જ પંજાબમાં પણ આ યોજના લાગૂ કરી દેવામાં આવી છે. આ યોજનાની શરૂઆત કરતાં મુખ્યમંત્રી ભગવંત માને 1 જુલાઈથી રાજ્યના દરેક ઘર માટે 300 યૂનિટ વીજળી મફત આપવાનું એલાન કરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં વીજળી બોર્ડે જણાવ્યા મુજબ 73 લાખ ઘરોને મફતમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાંથી લગભગ 62.3 લાખ ઘર એવાં છે જે દર મહિને 300 અથવા તેનાથી ઓછા યૂનિટ વીજળીનો વપરાશ કરે છે. મતલબ કે આ 62.3 લાખ પરિવારને આ યોજનાનો સીધો લાભ થયો છે જેમને વીજળી બિલ ચૂકવવું નથી પડી રહ્યું અને બાકીના નાગરિકોના બિલમાંથી 300 યૂનિટ વીજળીનો ચાર્જ ઓછો ચૂકવવો પડી રહ્યો છે.

પંજાબ ફ્રી વીજળી યોજના વિશે

  • પંજાબ ફ્રી વીજળી યોજનાની શરૂઆત પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને કરી છે.
  • આ યોજના અંતર્ગત પંજાબ રાજ્યના દરેક ઘરને 300 યૂનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે.
  • કોઈ કારણસર રાજ્યના જે સંપન્ન પરિવાર છે તેમને પણ 2 મહિના સુધી છ સો વીજળી મફત આપવામાં આવશે પરંતુ સરકારે સ્પષ્ટ ઘોષણા કરી છે કે જો 1 મહિનામાં 300 યૂનિટ વીજળીથી વધુ વીજળીનો વપરાશ થયો તો તેની ચૂકવણી કરવી પડશે.
  • મફત વીજળી આપવાની સાથોસાથ રાજ્યમાં જે પરિવારોના ઘરમાં 2 કિલોવોટ સુધીનું કનેક્શન છે તેવા પરિવારોને 31 ડિસેમ્બર સુધી જે કોઈપણ બિલ બાકી છે તે માફ કરી દેવાશે.
  • પંજાબના 62 લાખ પરિવારોને આ યોજનાનો સીધો લાભ થશે.
English summary
Aam Aadmi Party kept its promise in Punjab, lakhs of families are getting free electricity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X