For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ ભાજપ પર હૉસ્પિટલમાં 35 કરોડ રુપિયાના કૌભાંડનો લગાવ્યો આરોપ

દિલ્લીમાં એમસીડી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર જંગ જામી છે.

|
Google Oneindia Gujarati News

MCD Election 2022: દિલ્લીમાં એમસીડી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર જંગ જામી છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. આપ ધારાસભ્ય આતિશીએ દિલ્લીની સિવિલ હૉસ્પિટલમાં 35 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આતિશીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપને આધિન પૂર્ણિમા સેઠી હૉસ્પિટલનો ઉપયોગ 22 વર્ષથી ભ્રષ્ટાચાર માટે ભંડોળ એકત્ર કરવા માટે 22 વર્ષથી કરવામાં આવી રહ્યો છે.

atishi

તેમણે કહ્યુ કે આ હૉસ્પિટલ 2005માં રૂ.6 કરોડ 70 લાખમાં બનવાની હતી પરંતુ ભાજપ રૂ.35 કરોડનો ખર્ચ કરવા છતાં હજુ સુધી એમસીડી હૉસ્પિટલનુ કામ પૂરુ કરી શક્યુ નથી. આતિશીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 15 વર્ષમાં ભાજપે માત્ર બે જ કામ કર્યા છે - ભ્રષ્ટાચાર અને કુશાસન. આ ભ્રષ્ટાચાર અને કુશાસનનો માર દિલ્લીના લોકો ભોગવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર અને કુશાસનનુ એક મોટું પ્રતીક કાલકાજીમાં અર્ધ-નિર્મિત પૂર્ણિમા સેઠી હૉસ્પિટલ છે.

આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ MCDએ 2005માં પૂર્ણિમા સેઠી હૉસ્પિટલનું બાંધકામ શરૂ કર્યુ હતુ. તે 100 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ બનવાની હતી. જેનો કુલ ખર્ચ રૂ. 6 કરોડ 70 લાખ અંદાજવામાં આવ્યો હતો પરંતુ તે પૂર્ણ થવાનુ બાકી છે. આતિશીએ જણાવ્યુ હતુ કે હૉસ્પિટલનુ નિર્માણ કાર્ય 2005માં રૂ.6 કરોડ 70 લાખમાં થવાનુ હતુ જે 10 વર્ષ સુધી ચાલુ રહ્યુ. ખર્ચ વધતો ગયો અને પછી 2015માં MCDએ આ હૉસ્પિટલ પર 35 કરોડ ખર્ચ્યા.

તેમણે પૂછ્યુ કે આ પૈસા ક્યાં ગયા? 35 કરોડથી વધુનો ખર્ચ થયો છે પરંતુ હૉસ્પિટલ હજુ તૈયાર નથી. માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે પણ દિલ્લીના લોકોને મલ્ટિસ્પેશિયાલિટી સુવિધાઓ આપવામાં આવતી નથી. આ છે ભારતીય જનતા પાર્ટીનુ 15 વર્ષનું શાસન.

English summary
AAP accuses BJP of 35 crore scam in Purnima Sethi hospital ahead of MCD elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X