ભાજપે કેજરીવાલને મારવાનુ ષડયંત્ર રચ્યુ, મનોજ તિવારી છે આમાં સામેલઃ AAPનો આરોપ
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પક્ષએ ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાનુ ષડયંત્ર રચ્યુ છે અને દિલ્લીના સાંસદ મનોજ તિવારી આમાં સામેલ છે. મનીષ સિસોદિયાએ કહ્યુ કે પરંતુ આમ આદમી પાર્ટી(આપ) આવી હીન પ્રકારની રાજનીતિથી ડરતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્લીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ પોલીસ કમિશ્નરને આરોપોનુ સંજ્ઞાન લેવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઉપરાજ્યપાલે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓના ટ્વીટ અને નિવેદનોની નોંધ લીધી છે અને પોલીસ કમિશ્નરને આવી ઘટના ન બને તેની ખાતરી કરવા જણાવ્યુ છે.
મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ, 'ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવાનુ કાવતરુ ઘડી રહ્યુ છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યુ છે. આમ આદમી પાર્ટી તેમની આવી હીન પ્રકારની રાજનીતિથી ડરતી નથી. હવે જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.'
गुजरात व MCD चुनाव मे हार के डर से बौखलाई BJP @ArvindKejriwal की हत्या की साजिश रच रही है
— Manish Sisodia (@msisodia) November 24, 2022
इनके सांसद मनोज तिवारी खुलेआम अपने गुंडो को अरविंद जी पर हमला करने के लिए कह रहे है और इसकी पूरी प्लानिंग कर ली है
AAP इनकी टुच्ची राजनीति से नही डरती,इनके गुंडागर्दी का जबाव अब जनता देगी












Click it and Unblock the Notifications
