For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં શુદ્ધ હવા માટે શ્વાસ ફુલી રહ્યા છે, 8 વર્ષમાં પ્રદુષણ ન રોકી શકી આમ સરકાર-મલ્લિકાર્જુન ખડગે

દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણે રાજનીતિ પણ ગરમાવી દીધી છે. એક તરફ પંજાબ અને હરિયાણા સામસામે છે તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર આરોપો લગાવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણે રાજનીતિ પણ ગરમાવી દીધી છે. એક તરફ પંજાબ અને હરિયાણા સામસામે છે તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર આરોપો લગાવી રહી છે. હાલમાં જ કોંગ્રેસના અઘ્યક્ષ બનેલા મલ્લિકાર્જુન ખડગેએ પ્રદુષણને લઈને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર નિશાન સાધ્યુ છે.

Mallikarjun Kharge

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દિલ્હી વિશ્વનું પહેલું શહેર હશે, જ્યાં પ્રદૂષણના વધતા સ્તરને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાં શાળાઓ અને ઓફિસો પણ બંધ કરવી પડી છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં પ્રદૂષિત હવાનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. ગુરુવારે સાંજે દિલ્હીનું સરેરાશ AQI લેવલ 450ને પાર કરતા સ્થિતિ ઝડપની બગડી રહી છે. લોકોને સાવચેતી અને સુરક્ષા સાથે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

હાલ દિલ્હીમાં GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. જેના માટે કોંગ્રેસે હવે કેન્દ્ર અને રાજ્યની આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંને સરકારોને દિલ્હીની ચિંતા નથી. તેમણે કહ્યું કે, કેન્દ્ર કે દિલ્હી સરકારને દિલ્હીના પ્રદૂષણ સ્તરની ચિંતા નથી. દિલ્હી હવા માટે હાંફી રહી છે, સીએમ અને પીએમ ચૂંટણીમાં શ્વાસ લઈ રહ્યા છે.

ખડગેએ ટ્વીટ કરી કહ્યું કે, દિલ્હી વિશ્વનું એકમાત્ર એવું શહેર હશે જ્યાં પ્રદૂષણને કારણે શાળાઓ અને ઓફિસો બંધ છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી સરકાર પ્રદૂષણનું કારણ નક્કી કરી શકી નથી અને તેને રોકવા માટે કંઈ કરી શકી નથી. દિલ્હી હવા માટે હાંફી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન ચૂંટણીમાં શ્વાસ લઈ રહ્યા છે.

English summary
AAP government could not stop pollution in Delhi in 8 years - Mallikarjun Kharge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X