For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સામે આવ્યુ આપનું જૂઠ, સંકલ્પમાં શામેલ હતો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવ

વિધાનસભાની કાર્યવાહીનો એ વીડિયો સામે આવ્યો છે જેમાં જરનૈલ સિંહ સંસદમાં પ્રસ્તાવ વાંચતા જોવા મળી રહ્યા છે જે અંગે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવા માટે પ્રસ્તાવ પર દિલ્લીમાં રાજકારણ ગરમાયુ છે. અલકા લાંબાના વિરોધ કરવા અને પક્ષ દ્વારા તેમનુ રજીનામુ માંગવા વચ્ચે આમ આદમી પાર્ટીએ સફાઈ આપતા કહ્યુ હતુ કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો આ પ્રસ્તાવનો મૂળ હિસ્સો નહોતો. આ વચ્ચે વિધાનસભાની કાર્યવાહીનો એ વીડિયો સામે આવ્યો છે જેમાં જરનૈલ સિંહ સંસદમાં પ્રસ્તાવ વાંચતા જોવા મળી રહ્યા છે જે અંગે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર મોટુ નિવેદન આપ્યુ છે.

રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવાની માંગ

રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવાની માંગ

દિલ્લી વિધાનસભામાં આપ ધારાસભ્ય જરનૈલ સિંહે પ્રસ્તાવ વાંચ્યો, ‘આ સંસદ સંકલ્પ કરે છે કે સિખ નરસંહાર 1984ને યોગ્ય ગણાવનાર તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી, જેમને ભારત રત્નના સમ્માનથી નવાજવામાં આવ્યા, કેન્દ્ર સરકારે તે એવોર્ડ પાછો લેવો જોઈએ અને આ અંગે કાર્યવાહી કરીને તાત્કાલિક પગલા લેવા જોઈએ.' ત્યારબાદ આ પ્રસ્તાવ સંસદમાં પસાર થયો હતો. વળી, આ પ્રસ્તાવ પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર હુમલો કરતા માફીની માંગ કરી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ આપને ગણાવી ભાજપની સસ્તી નકલ

કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ હુમલો કરતા ટ્વિટ કર્યુ, ‘આમ આદમી પાર્ટીએ ફરીથી સાબિત કરી દીધુ છે કે તે ઝીરો નૈતિકતા અને ઝીરો મૂલ્યોવાળી પાર્ટી છે. એક પાર્ટી જે માત્ર ભાજપની ‘ચીપ કૉપી' છે તેને ગંભીરતાથી ન લઈ શકાય અને ન જ લેવી જોઈએ. દિલ્લી વિધાનસભામાં સંકલ્પ દ્વારા આ પાર્ટીએ જે કંઈ પણ કર્યુ છે તે શરમજનક, ખતરનાક છે અને તેમણે આના માટે માફી માંગવી જોઈએ.'

આપે રાજીવ ગાંધીના નામથી કર્યો હતો ઈનકાર

આપે રાજીવ ગાંધીના નામથી કર્યો હતો ઈનકાર

પ્રસ્તાવ પર વિવાદ વધ્યા બાદ આપ પ્રવકતા સૌરભ ભારદ્વાજે નિવેદન આપ્યુ હતુ કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો આ પ્રસ્તાવનો મૂળ હિસ્સો નથી. તેમણે કહ્યુ કે મૂળ પ્રસ્તાવમાં અમે 1984ના નરસંહારના દોષિતોને વહેલામાં વહેલી તકે સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની માંગ કરી હતી. રાજીવ ગાંધીના ભારત રત્ન સાથે જોડાયેલ અમેન્ડમેન્ટ સોમનાથ ભારતીએ પોતાના હાથે લખ્યો હતો.

અલકા લાંબાએ કહ્યુ - જે સજા મળશે તેના માટે તૈયાર

તમને જણાવી દઈએ કે દિલ્લી વિધાનસભામાં 1984 સિખ વિરોધી રમખાણોના વિરોધમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેનો વિરોધ કરીને અલકા લાંબાએ સંસદમાંથી વૉક આઉટ કરી દીધુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પાર્ટીની તેજતર્રાર ધારાસભ્ય અલકા લાંબા પાસેથી રાજીનામુ માંગી લીધુ. જ્યારે અલકા લાંબાએ પણ ટ્વિટ કર્યુ કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવાના પ્રસ્તાવને સમર્થન કરવાનું કહેવામાં આવ્યુ જે તેમને મંજૂર નહોતુ. અલકા લાંબાએ કહ્યુ, ‘મે સંસદમાંથી વૉકઆઉટ કર્યુ. હવે આની જે સજા મળશે હું તેના માટે તૈયાર છુ.'

આ પણ વાંચોઃ રાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફઆ પણ વાંચોઃ રાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફ

English summary
row over resolution against rajiv gandhi in delhi assembly, jarnail singh's video tells everything
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X