
અમેઠીમાં કુમાર વિશ્વાસની રેલીનો કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ
લખનઉ, 12 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત સફળતા બાદ આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પણ પોતાને અજમાવવાનું મન બનાવી લીધું છે. આપે દેશભરમાં લગભગ 300 લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ આપના કદાવર નેતા કુમાર વિશ્વાસ અમેઠીથી ચૂંટણી લડશે. આ મુદ્દે કુમાર વિશ્વાસ આજે અમેઠીમાં કેડી સિંહ બાબૂ સ્ટેડિયમથી માંડીને રામલીલા મેદાન સુધી જનવિશ્વાસ રેલી કાઢશે. અમેઠી કોંગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીનો મત વિસ્તાર છે. રાહુલ ગાંધી આ લોકસભા વિસ્તારના સાંસદ છે. અત્રે ઉલ્લેખનીય તાજેતરમાં મળતી માહિતી મુજબ કુમાર વિશ્વાસની રેલીનો વિરોધ કરતાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.
આ રેલી માટે આપે બધી જ તૈયારીઓ પુરી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આપને અમેઠીમાં વધુ સમર્થન મળી રહ્યું છે. કુમાર વિશ્વાસે શનિવારે આદર્શ વ્યાપાર મંડળ દ્વારા પાર્ટીને નૈતિક સમર્થન આપવાની જાહેરાત કરી. આદર્શના અધ્યક્ષ સંજય ગુપ્તા સહિત હજારો વેપારી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એકજુટ થઇ ગયા છે. આપની કોર કમિટીના સભ્ય કુમાર વિશ્વાસે કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં આપ દેશના કોઇપણ મોટા નેતાઓને બાઇપાસનું રાજકારણ કરવા નહી દે.
બીજી તરફ કુમાર વિશ્વાસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો. પ્રદર્શન કરનાર યુવક કુમાર વિશ્વાસ મુર્દાબાદના નારા લગાવી રહ્યાં હતા, બીજી તરફ કુમાર વિશ્વાસની ઉપર ઇંડા ફેકવામાં આવ્યા. પ્રદર્શન કરનાર લોકોને મુલાયમ સિંહ યૂથ બ્રિગેડના સભ્ય હોવાના સમાચાર છે. હંગામા બાદ કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આ પ્રકારના હંગામાથી કોઇ ફરક પડતો નથી. વિરોધી પાર્ટીઓએ દિલ્હીની ચૂંટણીમાંથી કોઇ બોધપાઠ લીધો નથી. અમેઠી અને યૂપી હવે વધુ મોટા અંતરથી જીતવામાં આવશે.
શનિવારે કુમાર વિશ્વાસે પત્રકારોને કહ્યું હતું કે પાર્ટી દેશના બધા મોટા નેતાઓ વિરૂદ્ધ ઉમેદવાર ઉભા રાખશે. તેમને સપાની કન્નોજથી લોકસભા સાંસદ ડિંપલ યાદવ અને મધ્ય પ્રદેશની વિદિશાથી સાંસદ સુષ્મા સ્વારાજનું નામ લઇને કહ્યું હતું કે બધી પાર્ટીઓ સુવિધાનું રાજકારણ કરી રહી છે. અને આથી ભાજપ, કોંગેસ અને બસપા ડિંપલ વિરૂદ્ધ પોતાની સુવિધા માટે ઉમેદવાર ઉતારતી નથી તો સુષ્મા સ્વરાજ વિરૂદ્ધ વિદિશાથી ચૂંટણી લડનાર ઉમેદવાર માટે કોંગ્રેસ કહે છે કે ઉમેદવારની ટ્રેન છુટ્ટી ગઇ. પરંતુ સચ્ચાઇ એ છે કે સમજી વિચારેલી રાજકીય ચાલ હેઠળ રાજકીય પક્ષ એકબીજાને બાઇપાસ આપે છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે દેશમાં 67 વર્ષો બાદ વંશવાદના અંતની શરૂઆત અમેઠીથી થશે. આપના કાર્યકર્તા પહેલાંથી જ સક્રિય છે. શંખનાદ ફૂંકવામાં આવ્યો છે અને હવે વંશવાદને વિકસવાની તક આપવામાં નહી આવે.