For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPના ચૂંટણી અભિયાન 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની રાઘવ ચઢ્ઢાએ કરી શરુઆત

આમ આદમી પાર્ટીએ ગાંધી જયંતિના પ્રસંગે ચૂંટણી અભિયાન 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરુઆત કરી.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીએ ગાંધી જયંતિના પ્રસંગે ચૂંટણી અભિયાન 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરુઆત કરી. આપના ગુજરાતના સહ-પ્રભારી તેમજ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિશ્વવિખ્યાત દાંડીની પવિત્ર ભૂમિથી આ અભિયાનની શરુઆત કરી. આ પ્રસંગે તેમણે કહ્યુ કે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ 27 વર્ષના ભાજપના અહંકારી શાસનથી ગુજરાતની જનતાને મુક્ત કરાવશે.

Raghav Chadha

રવિવારે પોતાના સત્યાગ્રહ શરુ કરતા પહેલા રાઘવ ચઢ્ઢાએ દાંડી પહોંચીને બાપૂને પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તેમણે કહ્યુ કે જે રીતે બાપૂએ મીઠાના સત્યાગ્રહથી અંગ્રેજોના અત્યાચારથી ભારતના લોકોને મુક્ત કરાવ્યા હતા, એ રીતે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ 27 વર્ષના ભાજપા અહંકારી શાસનથી ગુજરાતની જનતાને મુક્ત કરાવશે.

આ પ્રસંગે મીડિયા સંબોધિક કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે આજે પવિત્ર ધરા દાંડી કે જ્યાંથી બાપૂએ મીઠાના સત્યાગ્રહની શરુઆત કરી હતી, ત્યાં બાપૂના આશીર્વાદ લીધા. તેમના પદચિહ્નો પર ચાલીને ગુજરાતીની જનતાને 27 વર્ષના અહંકારી ભાજપ સરકારમાંથી મુક્તિ અપાવવા માટે અમે દાંડીની પવિત્ર માટીને હાથમાં લઈને 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરુઆત કરી છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે મહાત્મા ગાંધીએ આ પવિત્ર અને ક્રાંતિકારી ભૂમિથી ચપટી મીઠુ પોતાના હાથમાં લઈને સત્યાગ્રહની શરુઆત કરી હતી અને અંગ્રેજ શાસનને સામાન્ય જનતાનો અવાજ સાંભળવા માટે મજબૂર કર્યા હતા. જેના કારણે અંગ્રેજી શાસને સામાન્ય જનતાની તરફેણમાં નિર્ણય લેવા પર મજબૂર થવુ પડ્યુ હતુ. તેમણે કહ્યુ કે જે રીતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહે ભારતમાં અંગ્રેજ શાસનના ખાત્માનો પાયો રાખ્યો હતો. એ રીતે 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ' ગુજરાતથી ભાજપના ભ્રષ્ટ અને અહંકારી શાસનના અંતની શરુઆત કરશે.

English summary
AAP leader Raghav Chadha launches AAP's election campaign Gujarat Parivartan Satyagraha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X