AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા!

દિલ્હી વક્ફ બોર્ડ ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

નવી દિલ્હી : દિલ્હી વક્ફ બોર્ડ ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ શુક્રવારે એસીબીના દરોડામાં ગેરકાયદેસર હથિયાર અને 24 લાખ રોકડા મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને શનિવારે એટલે કે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Amanatullah Khan

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કર્યા બાદ તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં એસીબીએ કહ્યું કે અમાનતુલ્લા ખાને તેના કેટલાક મિત્રો, સંબંધીઓ અને નજીકના સહયોગીઓને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારી તરીકે નિયુક્ત કર્યા હતા. એસીબીએ કોર્ટને જણાવ્યું કે વધુ તપાસ માટે પૈસાની લેવડદેવડની તપાસ માટે તેલંગાણા, બિહાર, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા દેશના વિવિધ ભાગોમાં જવુ પડશે. આ માટે અમાનતુલ્લાને રિમાન્ડ પર લેવાની જરૂર પડશે.

એસીબીએ AAP ધારાસભ્યના ઘર અને તેમના ધંધા સાથે જોડાયેલી અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં તેના બે સહયોગીઓ પાસેથી કુલ 24 લાખ રૂપિયા રોકડા, ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. AAP નેતા અમાનતુલ્લા પર દિલ્હી વક્ફ બોર્ડના નવા બિલ્ડિંગના નિર્માણના સંબંધમાં ભ્રષ્ટાચારનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X