For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની ઉજવણીમાં ખલેલ, MLA કોલી સામે છેડતીનો કેસ દાખલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્ય ધર્મેન્દ્ર કોલી વિરુધ્ધ પૂર્વ કોંગ્રેસી વિધાયકના ઘરમાં ઘુસીને છેડતી કરવા અને વિજય જુલૂસ દરમીયાન સમર્થકોની સાથે હોબાળો કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધર્મેન્દ્ર આને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.

બીજી બાજું આપના નેતા એવું આશ્વાસન આપી રહ્યા છે કે તેમના ધારાસભ્યથી ભૂલ થઇ હશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ સીમાપુરીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ માર્ગો પર આવીને પ્રદર્શન કર્યું અને ધર્મેન્દ્ર કોલી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી.

કોંગ્રેસી કાર્યકર્તાનો આરોપ છે કે વિજય જુલૂસ દરમિયાન આપના હજારો કાર્યકર્તાઓ ધર્મેન્દ્ર કોલીની સાથે પૂર્વ કોંગ્રેસી વિધાયક વીર સિંહ ધિંગાનના ઘરમાં ઘુસી ગયા. આરોપો અનુસાર આપના કાર્યક્રર્તાઓએ ઘરમાં ફટાકડા ફોડ્યા, દારૂની ખાલી બોટલો ફોડી, જ્યારે તેમને રોકવાની કોશિશ કરવામાં આવી તો તેમણે મહિલાઓ સાથે છેડતી કરી.

aap
કોંગ્રેસના પૂર્વ વિધાયક વીર સિંહ ધિંગાનની ફરિયાદ પર પોલીસે કોલીની વિરુદ્ધ આઇપીસીની ધારા 149, 452, 506, 354, અને 509 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

જ્યારે આપના નવચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્ર કોલીએ આરોપને પાયા વિહોણા ગણાવ્યા છે અને જણાવ્યું કે તેમની જીતથી કોંગ્રેસ પાર્ટી ડરી ગઇ છે અને માટે જ તેમની પર આ પ્રકારના ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

English summary
Aam Aadmi Party MLA Dharmendra Koli accused of molestation, rioting, case filed by former Congress MLA Veer singh Dhingan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X