AAP જીતશે 54-60 સીટ, ભાજપને મળશે માત્ર 10-14 સીટઃ Times Now Poll
આગામી 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ટાઈમ્સ નાઉના સર્વે ભાજપ માટે ચિંતાજનક છે. Times Now Poll મુજબ 70 ધારાસભ્યોવાળી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 54-60 સીટ સાથે ભવ્ય જીત મેળવશે જ્યારે ભાજપ માત્ર 10-14 સીટ જ હાંસલ કરી શકે છે.
સર્વેમાં વધુ જણાવવામાં આવ્યું છે કે જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો ગત ચૂંટણીની જીત આ વખતે પણ ભાજપ દિલ્હીની તમામ સાતેય સીટ જીતી શકે છે. સર્વે મુજબ આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં 52 ટકા વોટશેર મળી રહ્યો છે જ્યારે ભાજપને 34 ટકા વોટશેર મળી રહ્યો છે. આ વોટશેરમાં 2015 પછી નજીવો તફાવત જોવા મળ્યો છે જેમ કે આમ આદમી પાર્ટીએ 2.5 ટકા વોટશેર ગુમાવ્યો છે અને ભાજપે 1.7 ટકા વોટશેર મેળવ્યો છે.
પાર્ટી | સીટ | વોટ શેર % |
AAP | 54-60 | 52 |
BJP | 10-14 | 34 |
CONGRESS | 02 | 04 |
OTHER | 00 | 01 |
UNDECIDED | NA | 09 |
કોંગ્રેસને મળી શકે છે 0-2 સીટ
આ પોલ મુજબ જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભાજપનો વોટશેર 46 ટકા રહી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીનો વોટશેર 38 ટકા રહેશે. જ્યારે કોંગ્રેસનો વોટશેર 4 ટકા રહી શકે છે. કોંગ્રેસના આ પોલ મુજબ 0-2 સીટ મળવાનું અનુમાન જતાવવામા આવ્યું છે. IPSOSના સર્વેના સેમ્પલ સાઈઝ 7321 છે અને આ સર્વે 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની ઘોષણા, રોહિત-ધવન થયા બહાર