અમેઠીમાં ‘આપ’ની ઝાડુ યાત્રા, વાંચો ખાસ ન્યૂઝ

Posted By:
Subscribe to Oneindia News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો અમેઠીમાં આમ આદમી પાર્ટીના વોલેન્ટિયર્સ દ્વારા ઝાડુ યાત્રા કાઢવામાં આવી હતી. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના કન્વેનર અરવિંદ કેજરીવાલ દ્વારા શપથ ગ્રહણ કરવાના હોય રામલિલા મેદાન ખાતે સુરક્ષા સઘન ગોઠવવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

 

રામલિલા મેદાને સઘન સુરક્ષા

રામલિલા મેદાને સઘન સુરક્ષા

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટીના કન્વેનર અરવિંદ કેજરીવાલ દ્વારા શપથ ગ્રહણ કરવાના હોય રામલિલા મેદાન ખાતે સુરક્ષા સઘન ગોઠવવામાં આવી હતી.

એટીપી પૂર્વે પ્રેક્ટિસ સેશન

એટીપી પૂર્વે પ્રેક્ટિસ સેશન

ચેન્નાઇના એસડીએટી ટેનિસ સ્ટેડિયમ ખાતે એટીપી ચેન્નાઇ ઓપન 2014 માટે પ્રેક્ટિસ સેશનમાં પ્રેક્ટિસ કરી રહેલો ભારતીય ટેનિસ સ્ટાર સોમદેવ દેવ્વરામન.

બેરુતમાં વિસ્ફોટ

બેરુતમાં વિસ્ફોટ

બેરુતમાં થયેલા એક વિસ્ફોટમાં 12 લોકોના મોત નીપજ્યાં છે. જે સ્થળે વિસ્ફોટ થયો ત્યાં સળગી રહેલા વાહનો.

અમેઠીમાં ‘આપ’ની ઝાડુ યાત્રા

અમેઠીમાં ‘આપ’ની ઝાડુ યાત્રા

અમેઠીમાં આમ આદમી પાર્ટીના વોલેન્ટિયર્સ દ્વારા ઝાડુ યાત્રા કાઢવામાં આવી હતી.

કોંગ્રેસી સીએમ સાથે રાહુલની બેઠક

કોંગ્રેસી સીએમ સાથે રાહુલની બેઠક

નવી દિલ્હીમાં ટોચના પાર્ટી નેતાઓ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

લાંચ ઓફર કરનારાઓને કોર્ટમાં રજૂ કરાયા

લાંચ ઓફર કરનારાઓને કોર્ટમાં રજૂ કરાયા

સુરતમાં નારાયણ સાંઇના સમર્થકો કે જેમને નારાયણ સાંઇના યૌન શોષણ કેસમાં લાંચની ઓફર કરી હોવાના આરોપસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય શિલ્પ મેળો

રાષ્ટ્રીય શિલ્પ મેળો

અલ્હાબાદમાં નોર્થ સેન્ટ્રલ ઝોન કલ્ચરલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓરિસ્સાના કલાકારો દ્વારા ગોતિપુઆ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

બેંગ્લોરમાં ભાજપની રાજ્યકક્ષાની બેઠક

બેંગ્લોરમાં ભાજપની રાજ્યકક્ષાની બેઠક

બેંગ્લોરમાં ભાજપની રાજ્યકક્ષાની બેઠકમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, સ્ટેટ યુનિટ પ્રેસિડેન્ટ પ્રહલાદ જોશી, સાંસદ અનંથ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી જગ્દીશ શેટ્ટાર.

રાજ બબ્બરની અટકાયત

રાજ બબ્બરની અટકાયત

વારાણસીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બર સહિતના અન્ય કોંગ્રેસીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સાઇફાઇ મહોત્સવ

સાઇફાઇ મહોત્સવ

સાઇફાઇમાં સાઇફાઇ મહોત્સવ 2013-2014માં હાજર રહેલી ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

English summary
AAP volunteers take out a procession in Amethi on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.