For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ 45 સીટો જીતશે: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 નવેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હી વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય લેવા માટે મજબૂર થઇ છે કારણ કે આપના ધારાસભ્યોને 'ખરીદવાનો' ભાજપનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી 70 સભ્યોવાળી વિધાનસભામાં ઓછામાં ઓછી 45 સીટો જીતશે.

અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે કોઇપણ પરિસ્થિતીમાં ભાજપની ઇચ્છા સરકાર રચવાની રહી હતી. આ સાથે જ તેમણે આપના ધારાસભ્યોને ભાજપના 'અનુચિત માધ્યમો'થી સત્તા પર કાબિજ થવાના પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે સંવાદદાતાઓને કહ્યું 'ભાજપ બેઇમાનીથી સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેમના દ્વારા સરકાર બનાવવા માટે કરવામાં આવેલા ચાર પ્રયત્નો નિષ્ફળ રહ્યા. અંતે કોર્ટેની દરમિયાનગિરી બાદ તે દિલ્હી વિધાનસભાને ભંગ કરવા માટે મજબૂર થયા.' આપ નેતાએ દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ શેર સિંહ ડાગરથી સંબંધિત તે સ્ટિંગનો પણ હવાલો આપ્યો હતો જેમાં ડાગર આપના એક ધારાસભ્યને કથિત રીતે ચાર કરોડ રૂપિયાની ઓફર કરતાં બતાવવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે ડાગરને કારણ બતાવો નોટીસ પાઠવી હતી.

arvind

અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હતું કે બેઇમાનીનો પ્રયત્ન કોઇ ધારાસભ્યને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો. આનાથી એ સાબિત થાય છે કે દરેક વસ્તું વેચાઉ નથી. આજે પણ ઇમાનદારી છે. હું ભાજપના પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે મારી પાર્ટીના બધા ધારાસભ્યોને શુભેચ્છા પાઠવું છું.' તેમણે કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર મોંધવારીને કાબૂ કરવામાં તથા દિલ્હીમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર લાવવામાં નિષ્ફળ રહી છે.

આપ નેતાએ કહ્યું કે 'અમને પુરો વિશ્વાસ છે કે અમે ઓછામાં ઓછી 45 સીટો જીતીશું. અમને વિશ્વાસ છે કે દિલ્હીની જનતા અમને આર્શિવાદ આપશે.' ગત વિધાનસભા ચૂંટણીમાં આપને 28 સીટો મળી હતી, જો કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને દિલ્હીથી એક પણ સીટ મળી શકી નથી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી 49 દિવસોની સરકારની ઉપલબ્ધિઓ તથા ભ્રષ્ટાચાર મુક્ત શાસન પુરી પાડવાના વાયદા સાથે જનતા વચ્ચે જશે.

English summary
The Aam Aadmi Party (AAP) has expressed confidence of winning the forthcoming assembly elections in Delhi and said that people of the state would vote on the basis of the good track record of the party's 49-day-rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X