ખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ, કેજરીવાલે કહ્યું- આ તો તાનાશાહી

ખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ

ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે હરિયાણામાં શુક્રવારે સાંજે તેમની પાર્ટીના 70 કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી કથિત રીતે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પંજાબીઓના સીએમ કહેવા પર થઈ છે. આપ નેતા નવી જયહિન્દે કહ્યું કે હરિયાણા સરકાર સીધે-સીધી તાનાશાહી પર ઉતરી આવી છે પરંતુ તેઓ ડરશે નહિં.

aap

આપ પ્રવક્તા કુલદીપ કાદયાને કહ્યું કે આપ કાર્યકર્તાઓને ફેસબુક પર પોસ્ટ કરવા બદલ પકડવામાં આવ્યા છે. કુલદીપે કહ્યું કે તેઓ ખુદ અખબારોમાં જાહેરા દઈને ખુદને પંજાબીઓના નેતા કહી વોટ માંગે છે પરંતુ જો કોઈ અન્ય ફોટો શેર કરે છે તો રાત્રે જ પોલીસ દ્વારા તેમને ઉઠાવડાવી લેવામાં આવે છે જેવી રીતે આતંકવાદી કેમ ન હોઈએ, શું આ લોકતંત્ર છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ કાર્યવાહી માટે ખટ્ટર સરકારની આલોચના કરી છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે ખટ્ટર આ કેવી તાનાશાહી કરી રહ્યા છે. 70 કાર્યકર્તાઓને માત્ર ફેસબુક પર લખવા પર પોલીસે ઉઠાવી લીધા તે ક્યાંનું લોકતંત્ર છે. ઈન્ડિયન નેશનલ લોકદળના કેટલાક કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પાર્ટીના સ્ટૂડેન્ટ લીડરે ફેસબુક પર ખટ્ટરને પંજાબીઓના સીએમ ગણાવતા બીજી જાતીના લોકો માટે કંઈ ન કરતા સીએમ તરીકે ગણાવ્યા હતા.

આ પણ વાંચો- ત્રણ ભારતીય 7 દિવસ સ્પેસમાં રહેશે, જાણો ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X