For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ ભારતીય 7 દિવસ સ્પેસમાં રહેશે, જાણો ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે

ત્રણ ભારતીય 7 દિવસ સ્પેસમાં રહેશે, જાણો ગગનયાન પ્રોજેક્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સ્પેસમાં ભારતની વધી રહેલી તાકાતની દુનિયાભરમાં બોલબાલા છે. હવે ભારત અંતરિક્ષમાં મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે ગગનયાન પ્રોજેક્ટ માટે 9023 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ મહિના પહેલા સ્વતંત્રતા દિવસ પર ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત 3 ભારીયોને અંતરિક્ષમાં મોકલવાની ઘોષણા કરી હતી. તેમણે 2022માં આ મિશનને પૂરું કરવાની વાત કહી હતી. ગગનયાન પ્રોજેક્ટ જો સફળ થાય છે તો ભારત અંતરિક્ષમાં માણસને મોકલનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીને આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. પરંતુ ભારત માત્ર આ ઉદ્દેશ્ય સાથે ગગનયાન પ્રોજેક્ટ નથી ચલાવી રહ્યું, બલકે તેની પાછળ અન્ય ઉદ્દેશ્યો પણ રહેલા છે. જેને ધ્યાનમાં રાખી ભારતીય વૈજ્ઞાનિક આ પડકારયુક્ત કાર્યને કરી રહ્યા છે.

ગગનયાન પ્રોજેક્ટની શરૂઆત પાછળ આ છે ભારતનો ઉદ્દેશ્ય

ગગનયાન પ્રોજેક્ટની શરૂઆત પાછળ આ છે ભારતનો ઉદ્દેશ્ય

ઈસરોનું માનવું છે કે ગગનયાન પ્રોજેક્ટથી ન માત્ર રોજગાર પેદા થશે બલકે આ એડવાંસ્ડ ટેક્નોલોજીમાં હ્યૂમન રિસોર્સને ટ્રેન્ડ કરવાનો શ્રેષ્ઠ અવસર પણ છે.

ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત 3 ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવવાથી મોટી સંખ્યામાં યુવાઓને સાયન્સ એન્ડ ટેક્નોલોજીને કરિયર તરીકે પસંદ કરવાની પ્રેરણા મળશે, જેનાથી તેઓ રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવવામાં સક્ષમ થઈ શકશે.

ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત 3 ભારતીય અંતરિક્ષમાં લગભગ 7 દિવસ જેટલો સમય વિતાવશે. આ મિશનથી મેડિસિન, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી, પ્રદૂષણ, વેસ્ટ મેનેજમેન્ટ, વોટર એન્ડ ફૂડ રિસોર્સ મેનેજમેન્ટ સાથે જોડાયેલ કેટલીય ગૌણ જાણકારીઓ પણ સામે આવી શકે છે.

ઈસરોએ શરૂ કર્યું અંતરિક્ષ યાત્રિઓની પસંદગીનું કાર્ય

ઈસરોએ શરૂ કર્યું અંતરિક્ષ યાત્રિઓની પસંદગીનું કાર્ય

ઈસરોએ ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત મોકલવામાં આવનાર ત્રણ ભારતીયોના સિલેક્શનનું કાર્ય ભલે શરૂ કરી દીધું હોય. સૂત્રો મુજબ ઈસરો લોકોના મેડિકલ ચેકઅપ સાથે કેટલાય માઈક્રો-બાયોલોજિકલ પ્રયોગ કરી રહ્યું છે. અંતરિક્ષમાં મોકલ્યા બાદ ઓછામાં ઓછા 10 પ્રકારના ટેસ્ટ કરાવવામા આવશે, જે બાદ જ અંતરિક્ષ યાત્રા માટે કોઈપણ વ્યક્તિને ોકલવામાં આવશે. જો કે ઈસરો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જરૂરત પડવા પર કેટલાક અન્ય પરીક્ષણ પણ કરવામાં આવશે. પૂરી સંતુષ્ટિ બાદ જ અંતરિક્ષ યાત્રા પર મોકલવામાં આવનાર ભારતીયોની પસંદગી કરવામાં આવશે.

રશિયા અને ફ્રાન્સ કરશે ગગનયાન પ્રોજેક્ટમાં મદદ

રશિયા અને ફ્રાન્સ કરશે ગગનયાન પ્રોજેક્ટમાં મદદ

અંતરિક્ષ યાત્રામાં જનાર પહેલા ભારતીય હોવાનું ગૌરવ રાકેશ શર્માને મળ્યું છે. તેઓ રશિયાના અંતરિક્ષ યાન સોયુજ ટી-11થી સ્પેસમાં ગયા હતા. તેમના ઉપરાંત ભારતીય મૂળની બે મહિલાઓ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પણ અમેરિકા સ્પેસ પ્રોગ્રામ અંતર્ગત અંતરિક્ષમાં જઈ ચૂકી છે. ગગનયાન પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે અંદાજીત 40 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થશે. ગગનયાન પ્રોજેક્ટમાં મદદ માટે ભારત પહેલા જ રશિયા અને ફ્રાન્સ સાથે સમજૂતી કરી ચૂક્યું છે.

72 વર્ષ પહેલા આંદોલનમાં વિખૂટા પડેલા પતિ પત્ની હવે મળ્યા, જાણો સમગ્ર ઘટના 72 વર્ષ પહેલા આંદોલનમાં વિખૂટા પડેલા પતિ પત્ની હવે મળ્યા, જાણો સમગ્ર ઘટના

English summary
Cost, benefits and spin offs: All you need to know about Mission Gaganyaan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X