મહાત્મા ગાંધી મુદ્દે બફાટ કરનારા અભિજીત ભટ્ટાચાર્યને કોંગ્રેસે લતાડ્યા, જાણો શું કહ્યું
Abhijeet Bhattacharya On Mahatma Gandhi : બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય હાલ તેના બફાટને લઈને ચર્ચામાં છે. મહાત્મા ગાંધી વિશે હલકી કક્ષાની ટિપ્પણી કરનારા અભિજીત ભટ્ટાચાર્યને કોંગ્રેસે તેની ભાષામાં જવાબ આપ્યો છે.
અભિજીત ભટ્ટાચાર્યએ હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઝેર ઓક્યુ હતું. આ નિવેદન બાદ હવે લોકો તેના પર થુથુ કરી રહ્યાં છે.

પત્રકાર શુભંકર મિશ્રા સાથે પોડકાસ્ટમાં અભિજીત ભટ્ટાચાર્યએ સંગીતકાર આરડી બર્મન વિશે વાત કરતા કહ્યું કે, પંચમ દા મહાત્મા ગાંધી કરતા મોટા હતા. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, તેવી જ રીતે પંચમ દા સંગીતના રાષ્ટ્રપિતા હતો.
બફાટ કરતા ભટ્ટાચાર્યએ આગળ કહ્યું કે, મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા ન હતા, પરંતુ તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, પંચમ દા (આરડી બર્મન) મહાત્મા ગાંધી કરતાં પણ મહાન હતા, તેઓ રાષ્ટ્રપિતા હતા. મહાત્મા ગાંધીને ભુલથી રાષ્ટ્રપિતા કહી દેવાયા.
જણાવી દઈએ કે, દેશના રાષ્ટ્રપિતા વિશે બફાટ કરનાર અભિજિત ભટ્ટાચાર્યએ આરડી બર્મન સાથે હિન્દી સંગીત ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે સાથે ગીતથી ઓળખ મળી.
હવે કોંગ્રેસે અભિજીત ભટ્ટાચાર્યના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે, મોદીએ ભારતને એવું બનાવી દીધું છે કે દરેક નકામા અને હતાશ વ્યક્તિઓએ સ્વતંત્રતા સેનાનીઓ પર પોતાની હીન ભાવના વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
મોદીએ આવા લોકોને મોઢું ખોલવાની આઝાદી આપી છે, નહીંતર આવા લોકો પર દેશદ્રોહનો આરોપ લાગત. મોદીને કહો કે તેને અપનાવે. આ બધું સત્તામાં રહેલા લોકોના કારણે થઈ રહ્યું છે. તેના મુખમાંથી વિચારો નીકળી રહ્યા છે. આ ભાજપનું ચરિત્ર છે.












Click it and Unblock the Notifications
