ABP C-Voter Exit Poll: કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી પણ બહુમતથી દુર, JDSના હાથમાં સત્તાની ચાવી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ટીવી ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. એબીપી અને સી વોટરના સર્વે મુજબ રાજ્યમાં કોઈ પણ પક્ષને બહુમતી મળતી નથી. કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે.

એબીપી સી વોટરના સર્વે અનુસાર કોંગ્રેસને કુલ 224 સીટોમાં 100-112 સીટો મળી શકે છે. સાથે જ ભાજપના ખાતામાં 83-95 સીટો આવી શકે છે. જેડીએસ ચૂંટણીમાં કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. જેડીએસને તેના ખાતામાં 21-29 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, અન્યના ખાતામાં 2-6 આવી શકે છે.
કોંગ્રેસ અંદાજમાં બહુમતીથી માત્ર એક સીટ ઓછી છે. જો વોટ શેરની વાત કરીએ તો 224 સીટો પર બીજેપીને 38%, કોંગ્રેસને 41%, જેડીએસને 15% અને અન્યને 6% વોટ શેર મળી શકે છે.
કોંગ્રેસના નેતા એમ વીરપ્પા મોઈલીએ કહ્યું, "રાજકારણમાં મારા 55 વર્ષના અનુભવ મુજબ કોંગ્રેસ પાર્ટીને આરામદાયક બહુમતી મળવી જોઈએ. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે. બીજી તરફ કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું કે, અમને પૂરી આશા છે કે જે રીતે આંકડાઓ આવી રહ્યા છે, અમે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
